અમદાવાદ, સુરત અને રાજકોટમાં કરફ્યુ યથાવત
અમદાવાદ :
રાજ્યમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. ખાસ કરીને અમદાવાદ, વડોદરા, રાજકોટ તથા સુરતની સ્થિતિ વધુ નાજુક છે. કારણ કે રાજ્યના સૌથી વધુ કોરોનો પોઝિટિવ દર્દીઓ આ વિસ્તારમાંથી આવેલા છે. અમદાવાદમાં નોંધાયેલા કેસોમાંથી 912 કેસ કર્ફ્યુ ગ્રસ્ત વિસ્તારોના છે. સુરત અને રાજકોટમાં પણ કર્ફ્યુગ્રસ્ત વિસ્તારોમાં કેસો વધારે છે. જેને લઈને પોલીસ કમિશનર અને મ્યુ. કમિશનરો સાથે ચર્ચા કર્યા બાદ રાજ્ય પોલીસ વડા શ્રી શિવાનંદ ઝા એ કર્ફ્યુની મુદતમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે.
અમદાવાદ, સુરત અને રાજકોટમાં કર્ફ્યુની મુદત લંબાવામાં આવી છે. હાલ જ્યાં જ્યાં કર્ફ્યુ ચાલી રહ્યો છે તે 24-04-2020 સુધી લંબાવવામાં આવ્યો છે. એટલે 24 તારીખ સુધી કર્ફ્યુ યથાવત રહેશે. કર્ફ્યુ ગ્રસ્ત વિસ્તારોમાં કોરોનાના કેસોને કાબુમાં લેવા માટે આ જાહેરાત કરવામાં આવી છે.