ગાંધીનગરગુજરાત

શહેરી વિસ્તારમાં ઇલેક્ટ્રિશિયન, પ્લમ્બર, સુથાર, મોટર મિકેનિક, ઓટો મીકેનિક, કોમ્પ્યુટર રીપેરીંગના વ્યવસાયિકો મામલતદાર કક્ષાએ પાસ મેળવી શકાશે : વિજય રૂપાણી

ગાંધીનગર :
નાના સ્વરોજગારકાર પ્લમ્બર-કારપેન્ટર-ઇલેકટ્રીશ્યન-મોટર રિપેરીંગ-ઓટો મીકેનિકને કામકાજ શરૂ કરવા દેવાશે

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોના વાયરસની સંક્રમણની સ્થિતીમાં જાહેર થયેલા લોકડાઉન દરમ્યાન રાજ્યના એકસપોર્ટ ઓરિએન્ટેડ ઊદ્યોગ એકમોને આર્થિક આધાર આપતો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

આ સંદર્ભમાં તેમણે એવા દિશાનિર્દેશો આપ્યા છે કે, રાજ્યમાં જે ઊદ્યોગ એકમો નિકાસ-એકસપોર્ટ કરે છે અને જેમની પાસે નિકાસ-એકસપોર્ટના ઓર્ડર્સ હાથ પર છે તેવા ઊદ્યોગ એકમો આગામી શનિવાર તા.રપમી એપ્રિલથી શરૂ કરી શકાશે. મુખ્યમંત્રીના આ નિર્ણયની ભૂમિકા મુખ્યમંત્રીના સચિવએ આપી હતી.

તેમણે આ અંગે વધુમાં જણાવ્યું કે, આવા એકસપોર્ટ કરતા ઊદ્યોગ એકમો જેમની પાસે એકસપોર્ટ ના ઓર્ડર પેન્ડિંગ હોય અને ઉદ્યોગ એકમ મ્યુનિસિપલ લિમિટમાં હોય પરંતુ કન્ટેઇનમેન્ટ વિસ્તાર બહાર કાર્યરત હોય તેમને એકમ પૂન: શરૂ કરવા પરવાનગી અપાશે. આ હેતુસર, આવા ઊદ્યોગ એકમોએ સંબંધિત જિલ્લા કલેકટરને અરજી કરીને પરવાનગી મેળવવાની રહેશે તેમજ સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવવા સહિતના કોરોના સંક્રમણ નિયંત્રણ માટેની સુરક્ષા-સલામતિની ગાઇડલાઇન્સના નિયમો પણ જાળવવા પડશે એવી પણ મુખ્યમંત્રીએ સ્પષ્ટ સૂચનાઓ આપી છે તેમ અશ્વિનીકુમારે જણાવ્યું હતું.

જો આ દિવસો દરમ્યાન કોઇ પણ NFSA કાર્ડધારક પરિવાર અનાજ વિતરણનો લાભ અનિવાર્ય કારણોસર ન મેળવી શકે તો તેવા લાભાર્થીઓ તા. ૩૦ એપ્રિલે ગુરુવારે પોતાનું અનાજ મેળવી શકશે એવી સૂચનાઓ પણ મુખ્યમંત્રીએ આપી છે.

મુખ્યમંત્રીએ રાષ્ટ્રીય આપત્તિ જાહેર થયેલી વિપદા Covid-19 રોગનિયંત્રણ માટે જાહેર સાહસો, ઊદ્યોગો, દાતાઓ દ્વારા CSR કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સીબીલીટી તરીકે અપાતું દાન રાજ્ય સરકારની ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી GSDMA પણ સ્વીકારશે તેવો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રવર્તમાન લોકડાઉનની સ્થિતીમાં નાના-નાના સ્વરોજગાર દ્વારા રોજગારી મેળવતા અને જીવનજરૂરી સેવાઓ સાથે સંકળાયેલા લોકોને રોજગારી મળી રહે તે માટે પણ મહત્વનો નિર્ણય કર્યો છે. આવા સ્વરોજગારી સાથે જોડાયેલા પ્લમ્બર, કારપેન્ટર, ઇલેકટ્રીશ્યન, મોટર રિપેરીંગ-ઓટો મિકેનીકને પોતાનું કામકાજ શરૂ કરવા દેવા જિલ્લા કલેકટરોને સૂચનાઓ આપી દેવામાં આવી છે.

રાજ્યમાં નગરો-મહાનગરોની હદ બહારના ગ્રામ્ય વિસ્તારોમાં તા.ર૦ એપ્રિલથી ઊદ્યોગ એકમો ફરી શરૂ કરવાની પરવાનગીઓ ભારત સરકારના નિયમોને આધિન આપવાની થયેલી શરૂઆત અંતર્ગત ગુજરાતમાં ૩૫ હજાર એકમો કાર્યરત થયા છે. એટલું જ નહિ, ૩ લાખ રપ હજાર શ્રમિકો-કામદારોને રોજી-રોટી મળતી થઇ છે તેમ પણ મુખ્યમંત્રીના સચિવે ઉમેર્યુ હતું.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x