સુરતમાં કોરોનાનો હાહાકાર : કિરણ હોસ્પિટલના સ્ટાફમાં 12 લોકોના રિપોર્ટ પોઝિટિવ
સુરત:
કોરોના વાયરસ (coronavirus) દિવસેને દિવસે સતત કેસ વધી રહ્યા છે. ત્યારે મેડિકલ સાથે સંકળાયેલ એક જ હોસ્પિટલના સ્ટાફ માં 12 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર દ્વારા સુરતની કિરણ હોસ્પિટલને (Kiran Hospital) આગામી 30 તારીખ સુધી બધી કરવામાં આવી છે. સાથે સાથેની સિવિલ હોસ્પિટલમાં તબીબ તરીકે સેવા આપતી બે મહિલા તબીબને મનપા અધિકારીના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. જોકે કોરોના વાયરસમાં સેવા આપતા યોદ્ધા હવે આ વાયરસની ચપેટમાં આવા લાગ્યા છે.
કોરોના વાયરસને લઇને દેશભરમાં લોકડાઉન છે ત્યારે આ વાયરસ સક્ર્મણ માં આવતા દર્દીને સારવાર કરતા યોદ્ધા પણ હવે આ વાયરસના શિકાર થઇ રહિયા છે સુરત માં સતત દર્દી ની સંખ્યા માં વધારો થી રહીયો છે ત્યારે આજે વધુ નવા 30 કેસ નોંધાતા પોઝિટિવ કેસની સંખ્યા 445 પર પહોંચી ગઈ છે. જ્યારે આજે વધુ એક વૃદ્ધ મહિલાનું મોત થતા આંકડ 13 પર પહોંચ્યો છે. છેલ્લા બે દિવસમાં પોઝિટિવ કેસની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. ગત રોજ એક જ દિવસમાં 67 જેટલા કેસોનો વધારો થયો હતો. જોકે પોઝિટિવના કેસમાં તબીબોનો પણ સમાવેશ થયા છે. જેમાં સુરતની કિરણ હોસ્પિટલના તબીબો સહિત 12 જેટલા કર્મીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.
જેને લઇને તંત્ર દ્વારા 30 એપ્રિલ સુધી હોસ્પિટલ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તે ઉપરાંત સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે 2-3 વર્ષમાં રેસિડેન્ટ તરીકે અભ્યાસ સાથે તબીબી સેવા આપતા તબીબ વિદ્યાર્થિની પારૂલ ગોયલ અને ખુશાલી જે શ્રોફ પ્રસૂતાના વિભાગમાં દર્દીના સંપર્કમાં આવ્યા બાદ કવોરન્ટીન કરાયા હતા. જેઓ બન્નેના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.
આજે સવારે બન્નેને સિવિલમાં દાખલ કરી દેવાયા છે. જોકે આ એક ચિંતાનો વિષય બન્યો છે. ડો. મયુર બાદ વધુ બે રેસિડેન્ટ કોરોના વાયરસમાં સપડાતા સાથી તબીબ વિદ્યાર્થીમાં ડરનો માહોલ ઉભો થયો હોય એમ કહીં શકાય છે. જોકે આ તબીબો સાથે સુરત પાલિકા કતારગામ ઝોનના આસિસ્ટન્ટ કમિશનર આર. એમ. ગામીતનો ડ્રાઇવર કોરોના પોઝિટિવ થતા તેમને હોમ ક્વોરન્ટીન કરાયા છે.
સુરતના માંડવીમાં 1 પોઝિટિવ કેસ નોંધાયો હતો. આજે પણ સહુથી વધુ કેસ લિંબાયત ઝોનમાંથી મળી આવ્યા હતા ત્યાર બાદ સેન્ટ્રલ અને કતારગામ ઝોનમાંથી પણ નોંધપાત્ર કેસ મળી આવ્યા હતા ફરશીદબી ખાન ને 21મીના રોજ એડમિટ કરવામાં આવ્યા હતા. તેમને 10 દિવસથી શરદી હતી. ત્યારબાદ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. દરમિયાન રાત્રે 1 વાગ્યે ટ્રોમા સેન્ટરમાં ખસેડવામાં આવ્યા હતા.