લોકડાઉનમાં છુટ આપવાની સરકારની ઉતાવળ મોટી આફતને નોતરું આપશે.
ગાંધીનગર :
લોકડાઉનમા છૂટ છાટ આપવાની સરકાર જે રીતે ઉતાવળ કરી રહી છે તે જરા વધુ પડતી લાગી રહી છે તેમ કહેવામાં કોઈ બે મત નથી. કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. વિશ્વના દેશોમાં લોકો રીતસરના ફફળી રહ્યા છે તેવામાં ભારતમાં લોકડાઉન નાખી દેવામાં આવ્યું છે. જો કે કેટલાક રાજ્યોમાં આ લોકડાઉન દરમ્યાન કામકાજની છૂટછાટ આપવાની શરૂ કરી દેવામાં આવી છે. જેને લઈને એમ ચોક્કસ કહી શકાય કે, લોકડાઉનમાં છૂટ આપવાની ઉતાવળ આફતને નોતરું દેનારી બની જશે.
આજે દેશમાં વધતા જતા કોરોનાના કેસો મામલે ગુજરાત બીજા નંબરે છે. ગુજરાતમાં પણ સૌથી વધારે કેસ અમદાવાદમાં નોંધાઈ રહ્યા છે. તેવામાં લોકડાઉનનું કડક પાલન અતિ આવશ્યક બન્યું છે. હજુ જો લોકડાઉનનું કડક પાલન કરાવવામાં નહીં આવે તો કેસો વધવાની શરૂઆત થઇ જશે તેમ કહેવામાં કોઈ શંકા નથી. અમદાવાદના કોટ વિસ્તારોમાં વધતા જતા કેસોને લઈને કર્ફ્યુ નાખી દેવામાં આવ્યો હતો. જેને લઈને પરિસ્થતી કાબુમાં આવી હોવાનું જણાવીને કર્ફ્યુ હટાવી લેવામાં આવ્યો છે. સાથે જ ક્લસ્ટર વિસ્તારોમાં પણ ઘટાડો કરી દેવામાં આવ્યો છે. તંત્રની આ કામગીરીથી આગામી દિવસોમાં કોરોનાના કેસો વધશે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી.