ગાંધીનગરગુજરાત

લોકડાઉન વચ્ચે કયા જિલ્લાઓને ST વિભાગે બસો તૈયાર રાખવાના આદેશ આપ્યા જાણો

ગાંધીનગર :
કેન્દ્ર સરકાર દ્વારા દુકાનો ખોલવાની છૂટ મામલે સીએમ વિજય રૂપાણીએ મહત્વનો નિર્ણય લીધો છે. આવતી કાલથી રાજ્યમાં શરતોને આધીન દુકાનો ખુલશે. નાના-મોટા દુકાનદારો, ધંધા-વ્યવસાયકારોના હિતમાં આ નિર્ણય લેવાયો છે. મુખ્યમંત્રીના નિવાસસ્થાને યોજાયેલી બેઠકમાં નિર્ણય લેવાયો છે. ત્યારે બીજી તરફ લોકડાઉન વચ્ચે એસટી બસને તૈયાર રાખવાના આદેશ અપાયા છે.
લોકડાઉન વચ્ચે કચ્છમાં 100 એસટી બસને તૈયાર રાખવા આદેશ અપાયો છે. કચ્છ એસટી વિભાગને એલર્ટ કરવામાં આવ્યું છે. ભુજ એસટી ડેપોને 100 બસ તૈયાર કરવા સૂચના અપાઇ છે. સાથે જ 200 ડ્રાઇવરને હાજર રાખવા પણ આદેશ આપવામાં આવ્યો છે. દરેક બસ દીઠ બે ડ્રાઇવર તૈયાર રાખવા કહેવાયું છે. કોરોનાને લઇ તમામ સાવચેતી રાખવામાં આવી રહી છે.

તો ભાવનગર 100 એસટી બસો સ્ટેન્ડબાય રાખવાના પણ આદેશ અપાયા છે. આજે સાંજે 2 બસ મહુવાથી મધ્યપ્રદેશ જશે. મહુવામાં ફસાયેલા મધ્યપ્રદેશના 27, બોટાદથી 7 લોકોને લઈને જશે. મધ્યપ્રદેશ માટે એસટી બસ ગુજરાતની બોર્ડર સુધી જશે. સરકારના સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનુ પાલન કરાશે. મધ્યપ્રદેશના શ્રમિકો માટે ખાસ 2 બસ ફાળવવામાં આવી છે.
સુરત એસટી વિભાગને પણ સ્ટેન્ડ ટુ રહેવા આદેશ અપાયા છે. 50 એસટી બસોને સેનીટાઇસ કરવામાં આવી રહી છે. એસટી વિભાગ દ્વારા ડ્રાઇવરોને સ્ટેન્ડ-ટુ રહેવાનો આદેશ અપાયો છે. આગામી દિવસોમાં એસટી બસોનો ઉપયોગ થઈ શકે છે

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x