ગાંધીનગરગુજરાતરાષ્ટ્રીય

કેન્દ્ર સરકાર વધુ ૪૦ નવા શહેરોની સ્માર્ટ સિટી બનાવશે

અમદાવાદ,

સ્માર્ટ અને લીવેબલ સિટીઝ વિષય પરના પરિસંવાદને સંબોધતા કેન્દ્રના શહેરી વિકાસ મંત્રી વેન્કૈયા નાયડુએ જણાવ્યું હતું કે દેશમાં ૧૦૦ સ્માર્ટ સિટીના નિર્માણની યોજના ઘડાઇ છે. અમદાવાદ અને સુરત સહિત ૬૦ શહેરોની યાદી જાહેર થઇ છે. જેમાં બીજા ૪૦નો ઉમેરો થશ. જેમાં ગુજરાતના રાજકોટ,વડોદરા અને દાહોદનો પણ સમાવેશ થાય છે. તેના માટે રૃા.૨૦૦ કરોડની રકમ માળખાકીય સુવિધા માટે ફાળવાશે. અમદાવાદમાં મેગા મેટ્રો રેલ પ્રોજેક્ટ માર્ચ ૨૦૧૮માં પૂરો કરવાની ધારણા છે.

તેમણે કહ્યું હતું કે સ્માર્ટ એટલે દેખવાડા નહીં પરંતુ જીવનલાયક સુવિધા ધરાવતા શહેરો. આ શહેરો દીવાદાંડી બની રહેશે. આ શહેરોમાં ફૂટપાથ અને સાયકલ ટ્રેકથી લઇને બીઆરટીએસ, મેટ્રો ટ્રેન, ફ્લાય ઑવર સહિતની તમામ પ્રકારની શહેરી પ્રજાના જીવનની જરૃરિયાતને સંતોષવાનો સમાવેશ થાય છે. શહેરોના વિકાસ માટે મ્યુનિસિપલ બોર્ડને બોન્ડ બહાર પાડવાની છૂટ અપાશે.

તેેમણે કહ્યું હતું કે દેશમાં મોટેપાયે ફેરફારો થઇ રહ્યા છે. ગુજરાત મોડેલના પગલે દરેક રાજ્ય બીજા રાજ્ય સાથે તંદુરસ્ત સ્પર્ધા કરી રહ્યું છે. મફત આપવાથી પ્રશ્ન હલ થતાં નથી. મફતમાં પાવર આપવાની વાત હોય પરંતુ પાવર જ ન હોય તો શું કરવાનું. પૈસા લઇને આપવામાં આવતી વીજળી અંગે તે મળવાની ખાત્રી છે. મિશન મોદી ચાલી રહ્યું છે. મિશન મોદી એટલે મોદી નહીં પરંતુ મેકિંગ ઑફ ડેવલોપ ઇન્ડિયા… રિફોર્મ, પરફોર્મ એન્ડ ટ્રાન્સફોર્મની સાથે મેં ઇન્ફોર્મ શબ્દ જોડયો છે. લોકોના વર્તનમાં પરિવર્તન આવે તે માટે તેઓને તૈયાર કરવામાં આવી રહ્યા છે. દરેકને બેંકિગની સાથે જોડયા છે અને કરવેરાની સિસ્ટમ સાથે પણ જોડાશે.

કેનેડાની કંપનીઓ સ્માર્ટ સિટીના નિર્માણમાં સહયોગ આપશેઃ કેનેડાના પ્રધાન સોહી

કેનેડાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કોમ્યુનિટી વિભાગના પ્રધાન અમરજીત સોહીએ જણાવ્યું હતું કે કેનેડાની કંપનીઓ સ્માર્ટ સિટી વિકસાવવામાં સહયોગ આપશે. કેનેડાની કંપનીઓએ ભારતમાં રોડ, મકાનો, રેલવે, એરપોર્ટ, અર્બન ટ્રાન્સપોર્ટેશન, સેનિટેશન વેસ્ટ મેનેજમેન્ટ અને પર્યાવરણ નિર્માણમાં રૃા.૧૫ બિલિયન ડોલરનું રોકાણ કરશે.
જીવનધોરણમાં પરિવર્તન સાથે શહેરનું આયોજનઃ લાર્સ ક્રિશ્ચિયન ડેનમાર્કના ઉર્જા મંત્રી લાર્સ ક્રિશ્ચિયન લીલીહોલ્ટે જણાવ્યું હતું કે લોકોના જીવનધોરણમાં બદલાવ સાથે સામાજિક એન આર્થિક વિકાસ થાય તે રીતે સ્માર્ટ સિટીનું આયોજન કરવું જોઇએ. ભારતમાં તેના માટે તકો રહેલી છે. લોકોની તંદુરસ્તી, પર્યાવરણની જાળવણી વગેરેને ધ્યાનમાં લઇને ફૂટપાથ, સાઇકલ ટ્રેક, રમતના મેદાનની જોગવાઇ હોવી જોઇએ.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x