રાજ્યમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો, પોઝિટિવ કેસ 3301 થયા
ગાંધીનગર :
ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. જનજાગૃતિના અભાવે શહેરોમાં હવે કોરોના બેકાબુ બની રહ્યો છે. ત્યારે ગુજરાતના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિ એ આજે ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદમાં ગુજરાતમાં આજના નવા કોરોના કેસ અને કોરોના વાયરસની અસર વિષે માહિતી આપી હતી. તેમણે જણાવ્યુ હતુ કે, છેલ્લી પ્રેસ બાદ રાજ્યમાં નવા પોઝિટિવ કેસમાં 230 નો વધારો થયો છે. આ સાથે રાજ્યમાં કોરોના પોઝિટિવ કુલ સંખ્યા અત્યાર સુધી 3301 પર પહોંચી ગઈ છે. આ મહામારીને કારણે અત્યાર સુધી 151 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. તો કુલ 313 લોકો રીકવર થયા છે.
ક્યાં જિલ્લામાં કેટલા કેસ :
અમદાવાદ – 2181
રાજકોટ – 45
સુરત – 526
વડોદરા – 234
ભાવનગર – 40
કચ્છ – 06
મહેસાણા – 07
ગીર સોમનાથ – 03
પોરબંદર – 03
પંચમહાલ – 17
પાટણ – 17
છોટાઉદેપુર – 13
જામનગર – 01
મોરબી – 01
સાબરકાંઠા – 03
આણંદ – 49
દાહોદ – 04
ભરૂચ – 29
બનાસકાંઠા – 28
ગાંધીનગર – 25
ખેડા – 06
બોટાદ – 12
નર્મદા – 12
અરવલ્લી – 18
મહીસાગર – 10
નવસારી – 03
તાપી – 01
વલસાડ – 05
સુરેન્દ્રનગર – 01
ડાંગ – 01