ગાંધીનગરગુજરાત

પાટનગરમાં ફફડાટ : સેક્ટર ૩-સી ની મહિલાને કોરોના પોઝીટીવ, જિલ્લામાં ૨૫ કેસ

ગાંધીનગર :
રાજ્યનું પાટનગર મહાનગરનો વિસ્તારના મુક્ત થઈ ગયો હતો. પરંતુ છેલ્લાં બે દિવસમાં ત્રીજો કેસ સામે આવતા ગાંધીનગર શહેરમાં કોરોના દર્દીની સંખ્યા વધી રહી છે. સેક્ટર ૩ – સી માં રહેતા ૫૨ વર્ષિય મહિલાને કોરોના પોઝિટિવ આવ્યા છે. ગાંધીનગર મહાનગર વિસ્તારમાં કોરોના વાઇરસ એક્ટિવ થઈ જતાં સમગ્ર તંત્ર હવે હરકતમાં આવી ગયું છે. આ સાથે હવે ગાંધીનગર જિલ્લામાં ૨૪ કેસ થઈ ગયાં છે.
ગાંધીનગરમાં સેક્ટર 3/C પ્લોટ નંબર 698/1 ખાતે રહેતાં ૫૨ વર્ષીય મહિલાનો કોરોના પોઝિટિવ કેસ આવેલ છે. જેમાં શહેર આરોગ્ય તંત્ર તરફથી સાવચેતીના તમામ પગલા લેવામાં આવેલ છે. આ મહિલા દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવા સાથે અન્ય સભ્યોને કોરોનટાઇન કરેલ છે. ગાંધીનગર મહાનગર પાલિકા તેમજ આરોગ્ય તંત્ર દ્વારા મળતી માહિતી મુજબ આ મહિલા છેલ્લા ૧૫ દિવસથી અમદાવાદ ખાતે રહેતાં હતાં. ત્યારબાદ બે દિવસ પહેલાં જ ગાંધીનગર આવ્યાં હતાં. જેમાં તેમનો ટેસ્ટ કરાવવામાં આવતાં કોરોના પોઝીટીવ રીપોર્ટ આવ્યો હતો.
ગાંધીનગરમાં છેલ્લાં બે દિવસમાં એક તબીબ અને સેક્ટર-5 ની નર્સ યુવતી સહિત કુલ ૬ પોઝીટીવ કેસો નોંધાયા હતાં. ત્યારબાદ ગઈકાલે સેક્ટર – ૭ સી માં ખંભાતથી આવેલાં એક ફ્રૂટવાળાને કોરોના પોઝીટીવ આવતાં ફફડાટ વ્યાપી ગયો છે. આજે તંત્ર દ્વારા સેક્ટર ૭ માં મોટાભાગના શાકભાજી અને ફ્રૂટવાળાઓ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. આ સાથે ગાંધીનગરમાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા વધીને ૨૫ થઈ ગઈ છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *