ગાંધીનગરગુજરાત

જાણો ક્યાં ખુલશે લોકડાઉન : વેપારીઓએ સામેથી ફોન કરી લોકડાઉન વધારવાની વાત કરી : CM રૂપાણી

ગાંધીનગર :

ગુજરાતમાં ચાર મોટાં શહેરોના કન્ટેઈન્મેન્ટ વિસ્તાર સિવાયના વિસ્તાર અને જિલ્લાઓમાં દુકાનો ખોલવા માટે આપેલી છૂટના નિર્ણય અંગે લોકોમાં ભારે મતમતાંતર હતું. આ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જનતા સાથે સંવાદ કર્યો હતો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું છે કે સાડા 6 કરોડ ગુજરાતીઓ મારા ઇષ્ટદેવ છે અને એમની સેવા એ જ મારો ધર્મ છે. કોરોના સામેના સંઘર્ષમાં રાજકારણ ન હોય, ધર્મના નામે સરકાર નથી કરતી ભેદભાવ, લોકડાઉન ખુલે તો પણ સોશિયલ ડિસ્ટસિંગ જાળવવું.

લોકડાઉન ખોલવા મુદ્દે સીએમએ સ્પષ્ટતા કરી હતી કે લોકડાઉન કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ ખોલ્યું છે અને હોટ સ્પોટ ત્રીજી મે પછી પણ નહીં ખુલે. કોઈ જ્ઞાતિ કે સમાજને સમર્થન આપવા માટે દુકાનો ખોલવાનો નિર્ણય નથી લેવામાં આવ્યો અને લોકડાઉન ખોલવાની કોઈ ઉતાવળ નથી કરી.

દુકાનો ખુલવા મુદ્દે સીએમ રૂપાણી સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું કે અત્યારે કોરોના વાયરસનો રિકવરી રેટ ગુજરાતમાં 60 ટકા છે. આ સિવાય રમઝાનમાં દુકાનો ખોલી તે વાત ખોટી છે અને કોરોના મુદ્દે કોંગ્રેસ રાજનીતિ કરી રહી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x