શારકામ-બોરવેલનાં વાહનોને લૉકડાઉનમાં મંજૂરી : પાસ નહીં કઢાવવો પડે
ગાંધીનગર :
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યમાં જે ખેડૂતો પોતાના ખેતરમાં પિયત માટે બોરવેલ કરાવવા માંગતા હોય તેવા ધરતીપુત્રોને બોરવેલ શારકામ માટેના વાહનોને એક જિલ્લાથી બીજા જિલ્લા કે તાલુકાથી તાલુકા સુધી સમગ્ર રાજ્યમાં અવર-જવર માટેની છૂટછાટ આપી છે. આવા બોરવેલ શારકામ માટેના ઉપયોગમાં લેવાતા વાહનોને સમગ્ર રાજ્યમાં અવર-જવર માટે કોઇ લોકડાઉન મુકિત પાસ સંબંધિત જિલ્લા વહિવટી તંત્ર પાસેથી લેવાના રહેશે નહિ. બીજી તરફ NFSA અંતર્ગત અનાજ મેળવતા ગરીબ પરિવારોને આર્થિક સહાય રૂપે રૂ. 1000 બેન્ક ખાતામાં જમા કરાવવાના મુખ્યમંત્રી રૂપાણીના નિર્ણયની ફલશ્રુતિરૂપે અત્યાર સુધીમાં 50 લાખ લોકોના ખાતામાં રૂ. 500 કરોડની રકમ રાજ્ય સરકારે જમા કરાવી છે.