આરોગ્યગાંધીનગરગુજરાત

ગુજરાતમાં કોરોના વાયરસ કોપાયમાન બન્યો, કુલ કેસ 4395 નોંધાયા.

ગાંધીનગર :
ગુજરાતમાં કોરોના વાયરસ વધુ કોપાયમાન બન્યો છે. લોકલ સંક્રમણ વધતા અમદાવાદમાં પરિસ્થિતિ વધુ વણસી છે. જે ગુજરાત માટે ખૂબ જ ચિંતાજનક ગણાય. ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જ્યંતિ રવિએ પ્રેસ કરીને ગુજરાતના આજના કોરોનાના કુલ પોઝિટિવ કેસની માહિતી આપતા કહ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 313 નવા કેસ નોંધાયા છે અને અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ કોરોના પોઝિટિવ લોકોની સંખ્યા 4395 પહોંચી છે. જ્યારે આ મહામારીને કારણે અત્યાર સુધી 214 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. તો કુલ 613 લોકો રીકવર થયા છે.

ક્યાં જિલ્લામાં કેટલા કેસ :
અમદાવાદ – 3026
રાજકોટ – 58
સુરત – 614
વડોદરા – 289
ભાવનગર – 47
કચ્છ – 06
મહેસાણા – 11
ગીર સોમનાથ – 03
પોરબંદર – 03
પંચમહાલ – 34
પાટણ – 17
છોટાઉદેપુર – 13
જામનગર – 01
મોરબી – 01
સાબરકાંઠા – 03
આણંદ – 74
દાહોદ – 04
ભરૂચ – 31
બનાસકાંઠા – 28
ગાંધીનગર – 48
ખેડા – 06
બોટાદ – 20
નર્મદા – 12
અરવલ્લી – 19
મહીસાગર – 11
નવસારી – 06
તાપી – 01
વલસાડ – 05
સુરેન્દ્રનગર – 01
ડાંગ – 02

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x