લોકડાઉન મા સ્વયંમ ની શોધ : હાર્દિકસિંહ ચુડાસમા
અત્યારે લોકડાઉન નો સમય ચાલી રહ્યો છે. લોકો ઘર માં રહી ને વિવિધ પ્રવૃતિ કરી ને વ્યસ્ત રહે છે. રસ્તા ઓ અને ગલી ઓ પણ સૂમસામ થઈ ગયા છે. લોકડાઉન માં મળેલા ફૂરસદ ના સમય માં મનગમતું કામ કરવાની તક મળી છે. ત્યારે મારી લખેલી કવિતા દ્વારા હું કેમનો આ સમય માં મારી જીંદગી ને માણી અને જાણી ને મારી જાત થી રુબરુ થયો છું. તે જણાવાનો પ્રયાસ કરું છું.
“ખંડ-ખંડ માં ફેલાયો આજે વિચિત્ર એક વાયુ ,
સજીવના સ્પર્શ માત્રથી સજીવ નથી પામતો લાંબી આયુ”
વાત છે લોકડાઉન ની, કોરોના ના લોકડાઉન ની. લોકડાઉન નો અથૅ જ એ છે કે તમારા ઘર કે રૂમ સુધી સિમિત. હા પણ ઘર માં ભલે આપણે સિમિત છીએ પણ ત્યાજ રહીને આપણા કાર્યો, વિચાર કે નવું કરવાની ઝંખના પર કોઈ સીમા નથી. બસ આજ એ સોનેરી સમય છે જેમા ખુદને પોતાના થી પરિચિત થવા નું છે.
“તું જે બહાર શોધે છે તે હું છું, અરે તું મને ઓળખ.”
એક કહેવત યાદ આવે છે કે, ” વિતેલો સમય ફરીથી પાછો આવતો નથી, સમય કોઈ ની રાહ જોતો નથી.” લોકડાઉન માં સમય એ એક કિમતી ધન જેવું છે તેને ગમે તેમ વેડફાય નહીં. તો આપણું કર્મ એજ છે કે મળેલા પૂરતાં સમય નો પૂરે-પૂરો લાભ ઊઠાવવો પોતાના થી પરિચિત થવા માટે.
જે વ્યકતિ દરરોજ પોતાના આરોગ્ય, કુટુંબ, પોતાના સ્વપનો વિશે વિચારે છે તે સુખી છે. આમ જીવનની નાની-નાની વસ્તુ ઓ માંથી આનંદ લેતા શીખીયે તો!
“પોતાને ઓળખવા ની જેના માં ફાવટ હશે, જીંદગી માં તેનો વટ હશે.”
કમાવા ની આડ માં,
એવો વિધાંયો છું!
ખુદ ને ખબર નથી,
કેવો રૂંધાયો છું.
આ પંકિત માં વાત થાય છે લોકડાઉન ના પહેલા ના મારા જીવન ની કે પૈસા કમાવા ની પાછળ એવો તો આંધળો થઈ ગયો હોઉં છું કે મારી ઓળખ જ ખોવાઈ ગઈ છે. ના કાંઈ નવું શીખવાની તલબ, ના તો પોતાના માટે વિચાર વાનો સમય. હા સમય ની સાથે જીવતો તો છું જ હું પણ લાગે છે એક લાશ ની જેમ ! પોતાના થી અને પોતાની ઓળખ થી દૂર જતો હોઉં એમ લાગે છે.
રોજ સવારે અધ્ધર શ્વાસે ઘર માં થી ભાગવાનું, આખો દિવસ કામ અને પછી ઘરે સાંજે પાછા ફરતા ના પોતાના માટે સમય ના તો પરિવાર માટે થાકી ને લોતપોત થઈ ગયો હોઉં.
જનતા કર્ફયુ અને લોકડાઉન પછી તો જાણે ઘર માં રાતોરાત પરિવર્તન આવી ગયું હોય એમ લાગે છે. ના તો હવે કામ પર જવાની દોડાદોડ હોય છે. સવાર મા ના તો કાંઈ ટ્રાફિક માં કંટાળો, ના તો કામ પર મોડું પડવાની ચિંતા. મન માં કાંઈ મૂંઝવણ પણ નથી હોતી. કંટાળ્યા વગર ઘરમાં રહેવા નુ અને હવે તો હું મારા રૂમ માં એકલો ભરાઈ રહેતો નથી.
“સ્વજનો ની સાથે સમય પસાર કરવા સમય જોઇયે છે,
આવી ગયું લોકડાઉન માં સમય ,
બસ હવે આમાં મારી આવડત જોઇયે છે.”
“હવે તો માણું છું સોનેરી પ્રભાત આકાશમાં ટમટમતા તારલા અને ચાંદાનુ કિરણ”
મળેલા આ કિંમતી સમય માં હવે તો જાણે પ્રભાત થાય છે. ત્યારે સૂર્ય તેના કિરણ ની ઊર્જા ના સંચાર થી મારા વિચારો, સપના ફરીથી જીવંત થતા હોય એમ લાગે છે. નથી આવતો હવે ટ્રાફિક નો કર્કશ અવાજ બસ પક્ષીઓ નું મધુર કલરવ કાને પડે છે. કુદરતી ની સુંદર રચના એવા વૃક્ષો, પક્ષીઓ, આકાશ, સૂર્ય અને ટલમલ તારલા ને માણવા નો સમય મળે છે. દરેક નવી સવાર એક નવો વિચાર અને કંઈક નવું કરવાની હિંમત આપતું હોય એમ લાગે છે.
સ્વાસ્થય એજ જીવન નું મોટું સુખ છે. એટલા માટે તો હવે કસરત, યોગ થી દિવસ ની શરૂઆત થાય છે.
“સોશીયલ મિડિયાતું મૂક હવે તડકે,
વિચારે છે શું હવે મળ્યો છે સમય
નહી તો રહી જશે મન ની મનમાં.”
પહેલા તો આખું વિક કામ કરો અને એક માંડ રજા મળે એ પણ સામાજીક કાર્ય માં જતો રહે અને આખો દિવસ ટીવી ના સમાચાર, સિરીયલો, સોશીયલ મિડિયા ની એપ માં વીતી જતો. હવે આ લોકડાઉન ના સમય માં નક્કી કર્યું છે કે જીવન માં સમય ના અભાવ ના કારણે જે સંબધો માં અને પોતાની ઈચ્છા ઓ માં જે તિરાડો પડી હતી એવી બધી મુશ્કેલીઓ નું નિવારણ આવે. નહી તો સમય આમ જ પસાર થઈ જશે.
બહાર ચાલે છે તેને કાબુમાં કરી શકુ તેમ તો નથી પરંતુ મારી અંદર ચાલે છે હા હું તેને નિસંદેહ નિયંત્રણ કરી શકુ છું.
“પ્રેમ થી જમુ છુ પરિવાર નો પ્રેમ, પોતાનાઓ સાથે રહું છું હેમખેમ, માતાપિતા સાથે બનું છું ફરીથી નાનું બાવ, ગરમા-ગરમ જમવાનું ને પ્રેમ ભર્યો ભાવ.”
પહેલાં છેલ્લે શાંતિ થી સવાર માં ઘર નો નાસ્તો કયારે કર્યો હતો એ યાદ નથી આવતું અને હવે તો રોજ ગરમ-ગરમ નાસ્તા સાથે થાય છે વાતો ના વડાં. ગરમ સ્વાદિષ્ટ જમવાની સાથે પરિવાર નો પ્રેમ. જાણે હવે તો ઘર માં જ મહેફિલ થતી હોય ને રોજ! દાદી ની સાથે ફરીથી નાનું થવાની ખુશી જ અલગ છે. હવે તો માતા-પિતા ની સેવા કરવાનો અવસર મળ્યો છે. પત્ની અને બાળકો સાથે શાંતિ ની ક્ષણ માણું છું. પોતાના પરિવાર ની સાથે સમય પસાર કરવો કોને ના ગમે! બાળપણ ની મારી ઝાંખી થઈ ગયેલી યાદો ફરીથી દેખાય છે. જૂની યાદો, જૂના આલ્બમ થી ખુશી આવી જાય છે. યાદ નથી કે કયારે મે પોતાની જાત તેમજ પરિવાર સાથે આટલો સમય વિતાવ્યો હશે.
હા ઘર માં ભલે હોઈએ પણ કામ તો કરવું જ પડે ને. ઈન્ટરનેટ એ ખૂબ જ પરિવર્તન કર્યુ છે દુનિયા માં. અરે ઈન્ટરનેટ ને તો માહિતી નો દરીયો કહે છે. હવે તો ઓફીસ નું કામ પણ “વર્ક ફ્રોમ હોમ” થઈ ગયું છે. ઈન્ટરનેટ ના નેટવર્કીંગ વેબસાઇટ અને બીજા માધ્યમો દ્વારા હું મારા મનપસંદ વિષયો ને વધુ ઊંડાણ પૂર્વક જાણી શકુ છું. રોજ કાંઈ મનોરંજન માટે કાંઈક નવી રમત, નાનપણ ની સિરીયલો, એ જૂની ફીલ્મો. રોજીંદી નિરસ જીંદગી માં ફરીથી સ્વાદ આવતો હોય ને એવું લાગે છે.
ઘરે બેસીને મનપસંદ પુસ્તકો વાંચવા, ગમતા કાર્યો કરવા, પોતાનું કામ પોતે જ કરવું, બાળપણ ની યાદ ને ફરીથી ઘુટંવી, બાળકો ને સમય આપવો, પત્ની સાથે થોડી મીઠી વાતો કરવી, માતા-પિતા સાથે બેસીને થોડી શીખ લેવી. પહેલા તો વાત કરવા માટે નવરાશ ની ક્ષણ શોધવી પડતી અને આ લોકડાઉન જનતા કર્ફયુ એ તો જાણે ભાવતું ભોજન આપ્યુ હોય એમ લાગે છે. આખો દિવસ ખાલી રહેતું ઘર હવે તો એક ક્ષણ પણ ખાલી નથી હોતુ. નવરો માણસ તો પાગલ થઈ જાય એટલે ઈત્તર પ્રવૃતિ અત્યારે જરૂરી છે. મને તો સમય ખૂટે છે મારી પ્રવૃતિ માટે. મને પુસ્તકો વાંચવા અને લખવાનો શોખ બહું જ છે. તેથી હુ હવે વધું એમા ધ્યાન આપી શકુ છુ. ઘરકામ અને ગાર્ડન માં મદદ કરું છુ આમ મારા બધાં જ શોખ પૂરા કરું છુ.
માણસ એના પરિવાર સાથે પૂર્ણ થાય છે. એમના વગર તે અધૂરો છે. કોઈ પણ માણસ ને જાણવા માટે સમજવા માટે સમય નું પૂરેપુરૂં બલિદાન આપવું પડે છે, તે પછી પોતાની જાત હોય કે પોતાનો પરિવાર કે પછી કંઈક નવી શીખવાની વસ્તુ. હા હવે તો રોજ એક પૂર્ણ રાત આવે છે. જે મારા વિચારો ને જીવતા કરે છે. મારામાં નવી શીતળતા ભરી ને તેનો અંત થાય છે. ફરી થી એક નવો પોતાને ઓળખવા અને નવા વિચારો સાથે નવા એક સૂયૅ નો ઉદય થાય છે.
આમ મારા મને ઓળખવાના વિચારો નું પ્રતિબિંબ મને સ્પષ્ટ દેખાઈ આવે છે. હું મારાથી હવે દૂર જતો નથી. મારા વિચારો અને મારી ઈચ્છા ઓ પણ હવે શૂન્ય થતા નથી. આમ હું ઘર માં રહી ને હું મારા થી રુબરુ થાઉ છું. ખરેખર આ ઘરે રહેવા નો સમય મને ઘણું બધું જણાવી દીધું છે.
હવે તો બધીજ ક્ષણ જીવ્યો છુ મારા આ લોકડાઉન ના સમય ના એક-એક શ્વાસ ની જીંદગી.
“જાણવા ના ભ્રમ હવે જવા દીધા છે, ખુદથી પૂરો પરિચિત થયો છુ.”
પોતાની જાતને ઓળખવુ અને સમજવું એ કાંઈ સહેલું નથી એ એક શોધ જેવું જ છે. હા ફક્ત સમય નો ભોગ આપવો પડે છે. આ લોકડાઉન ના સમય માં મે પોતાની શોધ કરી છે, જાણી અને માણી છે મારી જીંદગી ને.
“શીખ્યો છું હું હવે આ વાત,
થવું છે રુબરુ હવે ખુદથી,
પૈસા પાછળ પડવું નથી,
જીવતે જીવ મરવું નથી. ”
હાર્દિકસિંહ ચુડાસમા “હાર્દ”
માણાવદર