ભાવનગર : આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારી આવી સામે
જેસર :
સરકારની ગાઈડલાઈન મુજબ સુરતથી વતન પરત ફરેલા શ્રમિકોની ગામમાં પ્રવેશતા પહેલા તમામ હેલ્થ ચકાસણી કરવી જરૂરી હોય છે. બે દિવસ પહેલાં ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના ઉગલવાણ ગામ ખાતે આવેલા 32 પેસેન્જરોમાંથી બે પેસેન્જરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવેલ છે. ત્યારે બાકીના તમામ પેસેન્જરોની રૂબરૂ હેલ્થ ચકાસણી કરવી જરૂરી બની હતી પરંતુ તે અંગે પહેલાં તો આરોગ્ય વિભાગે આંખ આડા કાન કર્યા અને ગામના સરપંચની રજુઆતના આધારે ૩૬ કલાક થી વધુ સમય વીતી ગયા પછી આરોગ્ય વિભાગ દ્વારા આ પેસેન્જરોની હેલ્થ ચકાસણી કરવામાં આવી હતી પરંતુ તેમાં પણ ચકાસણી કરનાર હેલ્થકર્મીઓએ પીપીઇ કીટ તો પહેરી હતી પરંતુ ગંભીર બેદરકારી દાખવી હતી. તેમના પગમાં માત્ર ચપ્પલ પહેરેલા હતા, તેના પર પીપીઇ કીટમાં સામેલ પગના મોજાં પહેરવાની તકેદારી લીધી નહોતી. આરોગ્ય વિભાગના હેલ્થકર્મીઓની આ બેદરકારી જ દર્શાવે છે કે ચેકઅપના નાટક માત્ર દેખાડા પુરતા છે. હકીકતમાં આરોગ્ય વિભાગને કોઇ નાગરિકની સુરક્ષાની કે કોરોના સંક્રમણની ચિંતા નથી.