રાષ્ટ્રીય

વડાપ્રધાન મોદીએ આત્મનિર્ભર ભારતની ઘોષણા કરતા 20 લાખ કરોડ રૂપિયાનું આર્થિક પેકેજની જાહેરાત કરી

નવી દિલ્હી :
આજે સમગ્ર દેશમાં કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશને સંબોધિત કર્યો હતો. સંબોધનમાં જણાવ્યુ હતુ કે કોરોના વાયરસથી લડતા આપણને ત્રણ મહિના થઈ ગયા છે. ભારતમાં લોકોએ પોતોના સ્વજન ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. એક વાયરસે વિશ્વને તહેસ નહેસ કરી નાંખ્યું, આપણે ક્યારેય આવું સંકટ જોયું પણ નહોતું કે સાંભળ્યું પણ નહોતું. જ્યારે કોરોના સંકટ આવ્યું ત્યારે એકપણ PPE કીટ ભારતમાં બનતી નહોતી જ્યારે આજે રોજની 2 લાખ PPE કીટ આપણે બનાવીએ છીએ. કોરોના સંકટ વચ્ચે ભારતે આફતને અવસરમાં બદલી નાંખી, આપણે આત્મનિર્ભર બનવા માંડ્યા. ભારતની સંસ્કૃતિ જીવ માત્રનું કલ્યાણ ઇરછે છે, ભારતની પ્રગતિમાં હંમેશા વિશ્વની પ્રગતિ રહી છે, ભારતના કાર્યોનો પ્રભાવ વિશ્વ પર પડે છે. ભારત વિકાસની તરફ સફળતાપુર્વક આગળ ધપી રહયું છે. આપણે સંકલ્પ વધુ મજબુત કરવો પડશે, 21 મી સદી ભારતની હશે તે આપણી જવાબદારી, કોરોનાથી બચવાનું પણ છે અને આગળ પણ વધવાનું છે. દુનિયાની કેટલીય પ્રોડકટ લોકલમાંથી ગ્લોબલ બની છે. આજથી દરેક ભારતવાસીએ સ્થાનિક પ્રોડકટ ખરીદવાની સાથે તેનો પ્રચાર પણ કરવો પડશે.
વધુમાં પ્રધાનમંત્રીએ દેશમાં એક પેકેજની જાહેરાત પણ કરી હતી. 2020માં આત્મનિર્ભર ભારત અભિયાનના ( #AatmanirbharBharat ) અનુસંધાનમાં વડાપ્રધાન મોદીએ 20 લાખ કરોડના પેકેજની જાહેરાત કરી. લેન્ડ, લેબર, લૉ, લિક્વિડીને આવરી પેકેજ તૈયાર કરાયું. પીએમ મોદીએ જાહેર કરેલું આર્થિક પેકેજ દેશના શ્રમિકો અને ખેડૂતો માટે છે. વડાપ્રધાને કહ્યું આ પેકેજ દેશના મધ્યમ વર્ગ માટે છે. આ આર્થિક પેકેજ ભારતના ઉદ્યોગ જગત માટે છે. જે દેશના વિકાસના સંકલ્પ માટે પ્રતિબદ્ધ છે.
વધુમાં પ્રધાનમંત્રીશ્રીએ દેશમાં લૉકડાઉન 4.0 ની જાહેરાત કરી હતી. રાજ્યો પાસેથી મળેલી માહિતીના આધારે નવા રંગરૂપમાં લૉકડાઉન 4.0 જાહેર થશે એવુ તેમણે જણાવ્યુ હતુ.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x