ગાંધીનગર

ગાંધીનગરમાં કલ્પતરૂ પાવર કંપનીનો ગાર્ડ, નર્મદા નિગમના DySo સહિત 4 લોકો કોરોના પોઝિટિવ

ગાંધીનગરઃ
ગાંધીનગર શહેરના સેક્ટર 28 જીઆઇડીસીમાં આવેલી કલ્પતરૂ પાવર પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં સોશિયલ ડિસ્ટન્સ વગર જ કામગીરી કરવામાં આવી રહી છે. તેમજ કોઈ જ તકેદારી પણ રાખવામાં આવતી નથી. તેવા સમયે તમામ કર્મચારીઓ ભયના ઓથાર હેઠળ મજબૂરીના માર્યા ફરજ બજાવી રહ્યાં છે. ત્યારે આજે આ કંપનીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતો અને કોલવડા ગામમાં રહેતો 39 વર્ષીય પુરુષ પોઝિટિવ આવતાં ખળભળાટ મચી ગયો છે. અગાઉ આ કંપનીમાં કેસ પોઝિટિવ આવ્યો ત્યારે તંત્ર દ્વારા તકેદારી રાખવા માટે સૂચનાઓ પણ આપવામાં આવી હતી ત્યારબાદ કંપની દ્વારા તેનું પાલન ન કરાતા કંપનીના કર્મચારીઓ દ્રારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો તેમ છતાં કંપની ચાલુ જ રાખવામાં આવતાં આજે એક કેસ સામે આવ્યો છે.
બીજી તરફ ગાંધીનગર તાલુકાના છાલા ગામમાં અગાઉ ગામના પીએચસી સેન્ટરમાં ફરજ બજાવતી નર્સ પોઝિટિવ આવી હતી તે ફળિયામાં વધુ એક 55 વર્ષીય પુરુષ પોઝિટિવ આવ્યાં છે. જ્યારે ભાટ વાણીયા વાસમાં રહેતો 47 વર્ષીય પુરુષ પોઝિટિવ આવેલ છે. જ્યારે ગાંધીનગર શહેરમાં આજે એક કેસ સામે આવ્યો છે. સેક્ટર 3dમાં રહેતાં અને નર્મદા નિગમ કચેરીમાં સેક્સન ઓફિસર તરીકે ફરજ બજાવતા કર્મચારી પોઝિટિવ આવ્યાં છે. ત્યારે જિલ્લાનો આંકડો હવે 200ની નજીક પહોંચી ગયો છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x