રાષ્ટ્રીય

ભારતમાં કોરોના પોઝિટિવના કુલ 1,07,789 કેસ નોંધાયા, મૃત્યુ આંક 3,303

નવી દિલ્હી :

દેશભરમાં અત્યાર સુધી કોરોનાથી 1,07,789 લોકો સંક્રમિત થયા છે અને 3,303 લોકોના મોત થયા છે. સાથે જ સારવાર બાદ 42,309 દર્દીઓ સાજા થયા છે. દેશભરમાં સૌથી વધારે 37,136 સંક્રમિતો મહારાષ્ટ્રમાં છે અહીંયા 9,639 દર્દીઓ સાજા થયા છે. તમિલનાડું 12,448 સંક્રમિતો સાથે બીજા નંબરે છે. જ્યાં 4,895 દર્દીઓ સાજા થયા છે. ગુજરાતમાં દર્દીઓનો આંકડો 12,141 થયો છે અને 5,043 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે. મંગળવારે સંક્રમણના 6141 કેસ સામે આવ્યા તો 3030 સાજા પણ થયા હતા. આ સંખ્યા એક દિવસમાં સૌથી વધારે છે. આ પહેલા એક દિવસમાં સૌથી વધારે 5049 દર્દી 17 મેના રોજ મળ્યા હતા. 20 મેના રોજ માત્ર મહારાષ્ટ્રમાં 2078 દર્દી વધ્યા હતા. રાજ્યમાં સતત ચોથા દિવસે 2 હજારથી વધારે રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. આ ઉપરાંત તમિલનાડુમાં 688, દિલ્હીમાં 500, ગુજરાતમાં 395, રાજસ્થાનમાં 338, ઉત્તરપ્રદેશમાં 321, મધ્યપ્રદેશમાં 229 દર્દી મળ્યા હતા.

અપડેટ્સ 

  • સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું કે, દેશમાં અત્યાર સુધી કોરોના સંક્રમણનો શિકાર થયેલા 42,298 લોકો સાજા થયા છે તે સંતોષની વાત છે. અને એક્ટિવ કેસની સંખ્યા 61,149 છે. દુનિયાના અન્ય દેશોની સરખામણીમાં આપણી સ્થિતિ ઘણી સારી છે જ્યારે જનસંખ્યાના કેસમાં આપણી સંખ્યા તેમના કરતા ઘણી વધારે છે. 15 દેશમાંથી ભારતની સરખામણીએ 83 ટકા મોત વધારે થઈ રહ્યા છે. સારી વાત તો એ છે કે ભારતમાં મૃત્યુ દર ઓછો છે.

  • અબુ ધાબીથી કેરળ આવેલા ત્રણ લોકો બુધવારે પોઝિટિવ મળ્યા છે. મળતી માહિતી પ્રમાણે, તેમના પાછા આવ્યા બાદ બિમારી અંગેની માહિતી છુપાવી હતી.

  • કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષાબળમાં કોરોના પોઝિટિવ ની કુલ સંખ્યા અત્યાર સુધી 96 થઈ ગઈ છે.
    ગોવામાં ભારતીય તટરક્ષક દળનો એક અધિકારી અને એક અન્ય મહિલા સંક્રમિત મળી આવી છે. આ સાથે જ સંક્રમિતોની સંખ્યા 41 થઈ ગઈ છે.

  • ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદે બુધવારે જણાવ્યું કે, સવારે 9 વાગ્યા સુધી 25 લાખથી વધારે લોકોના સેમ્પલની તપાસ કરાઈ છે. સાથે જ છેલ્લા 24 કલાકમાં એક લાખ 8 હજાર 121થી વધુ ટેસ્ટ કરાયા છે.

  • આસામમાં છેલ્લા 24 કલાકમાં 2 મહિનાની બાળકી સહિત 42 પોઝિટિવ કેસ મળ્યા હતા.જે એક દિવસમાં સંક્રમિતોનો સૌથી મોટો આંકડો છે. આ સાથે રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 157 થઈ ગઈ છે.

  • તેલંગાણામાં છેલ્લા 24 કલાકમાં 42 નવા પોઝિટિવ મળ્યા. આ સાથે જ રાજ્યમાં સંક્રમિતોનો આંકડો 1643 થઈ ગયો છે.
  •  વંદે ભારત મિશન હેઠળ બુધવારે એર ઈન્ડિયાની એક ફ્લાઈટ 175 ભારતીયોને લઈને બહરીનથી હૈદરાબાદ પહોંચી હતી.
રાજ્ય કેટલા સંક્રમિત કેટલા સાજા થયા કેટલા મોત
મહારાષ્ટ્ર 37158 9639 1325
તમિલનાડુ 12448 4895 85
ગુજરાત 12141 5043 719
દિલ્હી 10554 4750 166
રાજસ્થાન 5845 3337 143
મધ્યપ્રદેશ 5465 2631 258
ઉત્તરપ્રદેશ 4926 2918 123
પશ્વિમ બંગાળ 2961 1074 250
આંધ્રપ્રદેશ 2489 1621 52
પંજાબ 2002 1642 38
તેલંગાણા 1634 1011 38
બિહાર 1519 517 09
જમ્મુ-કાશ્મીર 1317 647 17
કર્ણાટક 1395 543 40
હરિયાણા 964 627 14
ઓરિસ્સા 978 307 05
કેરળ 643 497 04
ઝારખંડ 248 127 03
ચંદીગઢ 199 57 03
ત્રિપુરા 169 89 00
આસામ 154 41 04
ઉત્તરાખંડ 111 52 01
છત્તીસગઢ 100 59 00
હિમાચલ પ્રદેશ 92 47 04
લદ્દાખ 43 43 00
ગોવા 46 07 00
આંદામાન-નિકોબાર 33 33 00
પુડ્ડુચેરી 22 10 00
મેઘાલય 13 12 01
મણિપુર 07 02 00
મિઝોરમ 01 01 00
અરુણાચલ પ્રદેશ 01 01 00
દાદરા નગર હવેલી 01 01 00
અન્ય 814 00 00

પાંચ રાજ્ય અને 1 કેન્દ્ર શાસિત પ્રદેશની સ્થિતિ

મધ્યપ્રદેશ,

સંક્રમિતઃ 5465 અહીંયા મંગળવારે સંક્રમણના 229 કેસ સામે આવ્યા હતા. ઈન્દોરમાં 72, ખંડવામાં 21, બુરહાનપુરમાં 42 અને ભોપાલમાં 16 કેસ છે. રાજ્યના ઉજ્જૈન, ઈન્દોર, ભોપાલ, બુરહાનપુર, જબલપુર, ખંડવા અને દેવાસ નગર નિગમમાં દારૂનું વેચાણ હવે પછીના આદેશ સુધી નહીં કરવામાં આવે. સાથે જ મંદસૌર, નીમચ, ધાર અને કુક્ષીમાં પણ દારુની દુકાનો બંધ રહેશે. બાકીના જિલ્લામાં બુધવારે દારુની દુકાન ખુલશે.

મહારાષ્ટ્ર,

સંક્રમિતઃ 37158 મહારાષ્ટ્ર સરકાર કોરોનાના દર્દીઓની સારવાર માટે રાજ્યના ખાનગી હોસ્પિટલના 80 ટકા બેડ પોતાના નિયંત્રણમાં લેશે. સાથે જ 17 હજાર ડોક્ટર અને નર્સની ભરતી કરાશે. સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ મંગળવારે આ અંગેની માહિતી આપી હતી. તો બીજી બાજુ મંગળવારે રાજ્યમાં રેકોર્ડ 102 કોરોના દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

ઉત્તરપ્રદેશ,

સંક્રમિતઃ 4926 અહીંયા મંગળવારે 321 સંક્રમિત મળ્યા હતા. રાજ્યમાં કુલ સંક્રમિતોમાંથી 1885ની સારવાર ચાલી રહી છે. 2918 સાજા થઈ ચુક્યા છે, જ્યારે 123 લોકોના મોત થયા છે.

રાજસ્થાન,

સંક્રમિતઃ 5845 અહીંયા મંગળવારે 338 દર્દીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જ્યારે પાંચ લોકોના મોત થયા હતા. સૌથી વધારે 87 દર્દી ડુંગરપુરમાં મળ્યા હતા. પાલીમાં 77, જયપુર અને બાડમેરમાં 17-17 નાગોરમાં 16, ઉદેયપુરમાં 13, જ્યારે અજમેર, ઝાલાવાડ, ચુરુ, દૌસા, અલવર અને ધૌલપુરમાં 1-1 દર્દી મળી આવ્યા હતા.

દિલ્હી,

સંક્રમિતઃ 10554 અહીંયા મંગળવારે 500 દર્દીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, 265 દર્દી સાજા થયા અને 6 લોકોના મોત થયા હતા. અહીંયા કુલ સંક્રમિતોમાંથી 5638ની સારવાર ચાલી રહી છે, જ્યારે 4750 દર્દી સાજા થયા છે.

બિહાર,

સંક્રમિતઃ 1519 અહીંયા મંગળવારે 96 દર્દીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેમાંથી જેહાનબાદમાં 31, કટિહાર 13, બેગૂસરાય 12 ઔરંગાબાદ અને નવાદામાં 4-4, ગયા, અરવલ અને સુપોવામાં 3-3, ભાગલપુર, શેખપુરા, બક્સર, મધેપુરા અને કૈમૂરમાં 2-2 જ્યારે પટના અને સમસ્તીપુરમાં 1-1 દર્દી મળી આવ્યા હતા.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x