જાણો, ગાંધીનગરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં કેટલા કેસ નોંધાયા ?
ગાંધીનગર:
આજરોજ ગાંધીનગરમાં વધુ 11 કેસ નોંધાયા છે. ગુજરાતમાં કુલ આંકડો 14,063 થવા પામ્યો છે, તો બીજી તરફ ગાંધીનગરમાં પણ કેસ સતત વધી રહ્યા છે. અને કુલ આંકડો 221 પહોંચી ગયો છે.
આજ રોજ ગાંધીનગર જિલ્લામાંથી 11 વ્યક્તિ કોરોના પોઝિટિવ થયા છે. ગાંધીનગર સિવીલના એનેસ્થેસિયા વિભાગના અગાઉ બે તબિબો કોરોનાથી સંક્રમિત થયા બાદ આજે વધુ એક તબિબ કોરોનામાં સપડાયા છે. જ્યારે કલોલ અને દહેગામમાં અનુક્રમે વૃદ્ધ અને મહિલાના મોત થયા છે. માણસાના ભીમપુરા અને પેથાપુરના પોલીસ જવાન, કોલવડાનો 10 વર્ષીય બાળક, દહેગામમાંથી મહિલા અને ચેખલાપગીનો શાકભાજીનો વેપારી કોરોનામાં સપડાયો છે. મનપામાંથી છાપરાની સગર્ભા મહિલા, સેક્ટર-12 માંથી વૃદ્ધા કોરોનાથી સંક્રમિત થયા છે. પોઝીટીવ આવતા ગાંધીનગર સિવીલ હોસ્પિટલમાં દાખલ કર્યા. કોરોના સંક્રમિત વ્યક્તિઓના સંપર્ક વાળા 742 વ્યક્તિઓને ફેેસેલીટી અને હોમ ક્વોરન્ટાઇ કરી છે. જિલ્લામાં કોરોનાના કેસનો આંકડો 221 થયો છે. ગાંધીનગર સિવીલ હોસ્પિટલના એનેસ્થેસિયા વિભાગના વધુ એક તબિબ કોરોનામાં સપડાતા કુલ આંકડો ત્રણ થયો છે. કોવિડ વોર્ડમાં ડ્યુટી બજાવતા 30 વર્ષીય રેસીડેન્ટ ડોક્ટરને લક્ષણો દેખાતાં ટેસ્ટ કરાવતા પોઝીટીવ આવતા ગાંધીનગર સિવીલ હોસ્પિટલમાં દાખલ કર્યા છે. જ્યારે માણસાના ભીમપુરામાં રહેતા 40 વર્ષીય જવાન અમદાવાદ શાહીબાગ પોલીસ કમિશ્નરમાં નોકરી કરતા હોવાથી અપડાઉન કરતા હતા. જ્યારે પેથાપુરમાં રહેતા અને અમદાવાદ પોલીસ કમિશ્નરમાં નોકરી કરતા 53 વર્ષીય જવાનનો પોઝિટિવ થતાં અમદાવાદ સિવીલમાં દાખલ કર્યા છે. બીજી તરફ ચેખલાપગી ગામમાં રહેતો યુવાન શાકભાજીની દુકાન ધરાવે છે. શાકભાજી લેવા માટે તે પ્રાંતિજ જતો હતો તે પણ કોરોનામાં સપડાયો છે.
કલોલના પ્રભુનગરમાં રહેતા 75 વર્ષીય વૃદ્ધને આંતરડાનું કેન્સર થતા બે દિવસ અગાઉ અમદાવાદ થેરાપી લેવા ગયા ત્યારે વૃદ્ધને શ્વાસમાં તકલીફ થતાં ગત 21 મેએ કોરોના પોઝિટિવ આવ્યો હતો. ગાંધીનગર સિવિલમાં સારવાર દરમિયાન 23મીએ વૃદ્ધનું મોત નિપજ્યું છે. વૃદ્ધના સંપર્કવાળા પરિવારની નવ વ્યક્તિને ફેસેલીટી અને 103ને હોમ ક્વોરન્ટાઇન કર્યા છે. દહેગામના લુહાર ચકલા વિસ્તારની 55 વર્ષીય આધેડ મહિલાનું કોરોનાથી મોત નિપજ્યું છે. નરોડાથી મહિલાના સગાઓ તેમના ઘરે આવ્યા હતા. મહિલાના પતિને ફેસેલિટી અને સંપર્કવાળા 110 વ્યક્તિને હોમ ક્વોરન્ટાઇન કર્યા છે.જિલ્લામા આ રીતે મોતના આંકમાં તેમજ કોરોનાના કેસમાં વધારો થતા હાલ આરોગ્ય વિભાગમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. તેમ છતાં તંત્ર દ્વારા કોરાનાની બીમારીને નાથવા માટે પુરતા પ્રયાસ કરવામા આવી રહ્યા છે અને લોકોને પણ જાગૃત કરાઈ રહ્યા છે.
કોલવડાનો 10 વર્ષીય બાળક નવ દિવસથી તાવની ગાંધીનગર સિવિલમાં સારવાર લેતો હતો. તેનો ટેસ્ટ પોઝિટિવ આવતા સિવીલમાં દાખલ કર્યો છે. કલોલની પ્રભુનગર સોસાયટીના 75 વર્ષીય વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવતા ગાંધીનગર સિવિલમાં દાખલ કર્યા હતા. નવજીવન મીલની ચાલીના 70 વર્ષીય વૃદ્ધા કોરોનામાંં સપડાતા ગાંધીનગર સિવિલમાં દાખલ કરી છે. કલ્યાણપુરાના 62 વર્ષીય વૃદ્ધનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે.
ગાંધીનગર સિવીલના લેબર વોર્ડમાં દાખલ જીએસટી છાપરા વિસ્તારની સગર્ભાની ડિલીવરી કરાવ્યા બાદ સેમ્પલ પોઝિટિવ આવતા આઇસોલેશન વોર્ડમાં દાખલ કરી હતી. સગર્ભાના પોઝિટિવ રિપોર્ટથી તબિબો, લેબરવોર્ડના સ્ટાફ તેમજ મહિલાના સગાઓમાં ગભરાઇ ગયા છે.