ગાંધીનગરગુજરાતધર્મ દર્શન

8 જૂનથી મંદિર, મસ્જિદ, ચર્ચ સહિતના ધાર્મિક સ્થાનો ખુલશે, મંદિરોના મહંતો, મસ્જિદોના ઈમામ અને ચર્ચોના પાદરીઓ સાથે રૂપાણીએ કરી વાતચીત

ગાંધીનગર :
રાજ્યના ધાર્મિક સ્થાનોના વડાઓ સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી વીડિયો કોન્ફરન્સ કરશે. મંદિરો, મસ્જિદો અને ચર્ચ સહિતના ધાર્મિક સ્થળો 8 જૂનથી ખુલ્લા મુકાશે. જ્યારે આ માટેની ગાઈડલાઈન નક્કી કરવા અને ગાઈડલાઈનનો અમલ કરાવવા તથા સૂચનો માગવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી અત્યારે સવારે 11 વાગ્યે ગુજરાતનાં પ્રસિદ્ધ મંદિરોના વડાઓ, મહંતો, સંચાલકો સાથે કોન્ફરન્સ કરી હતી. ત્યારબાદ બપોરે 12 વાગ્યે મસ્જિદો અને ચર્ચોના વડાઓ, ઈમામ સાહેબ અને ખ્રિસ્તી સાદરીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ કરશે.
સોમવારથી શરતોને આધીન મોલ ખુલશે, મંદિર, મસ્જિદ, હોટલ અને રેસ્ટોરાં સરકારની ગાઈડ લાઈન અનુસાર આ બધું ખુલી રહ્યું છે. મંદિરો અને ધાર્મિક સ્થળો ખુલશે. પરંતુ ભાવિકોને પ્રસાદ નહીં મળે એટલુ જ નહીં શ્રધ્ધાળુઓ ભગવાનને સ્પર્શ કરી નહીં શકે અને ચરણામૃત પણ નહીં લઈ શકે. પૂજા કરતી વેળાએ ૬ ફૂટનું અંતર રાખવું પડશે. બુટ, ચપ્પલ પણ ગાડીમાં જ રાખવા પડશે. લોકોને ધાર્મિક સ્થળ, રેસ્ટોરાં અને મોલમાં છ ફૂટનું અંતર, મોઢા પર માસ્ક, સેનિટાઈઝેશન અને થર્મલ સ્ક્રિનિંગ જેવી પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. ધાર્મિક સ્થળોમાં પ્રવેશદ્વાર નજીક જ સેનેટાઈઝર રાખવું પડશે. ભાવિકો ઘંટ વગાડી નહીં શકે અને ધાર્મિક ગ્રંથને સ્પર્શ પણ નહીં કરી શકે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x