ગાંધીનગર

ગાંધીનગર : મેયરના નિવાસ સ્થાન નજીક મેડીકલ વેસ્ટનો રસ્તામાં કરાયો નિકાલ, કોરોનાની મહામારી વચ્ચે આરોગ્ય વિભાગની ગાઇડલાઇન્સનો સરેઆમ ભંગ.

ગાંધીનગર :
સમગ્ર વિશ્વ, દેશ અને રાજ્ય સહિત ગાંધીનગર પણ કોરોના વયરસની મહામારીમાથી બાકાત રહ્યુ નથી. તાજેતરમાં ગાંધીનગરમાં કોરોના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે સરકાર દ્વારા આ વાયરસનુ સંક્રમણ થતુ અટકાવવાનાં સતત પ્રયત્નો કરી રહી છે. ત્યારે રાજ્યના પાટનગરમાં જ આરોગ્ય વિભાગની ગાઇડલાઇનનો સરેઆમ ભંગ કરવામાં આવી રહ્યો છે. ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર જ્યા રહે છે તે સેકટર – 22 માં શાશ્વત ઓર્થો કેર હોસ્પીટલ અને ગીતા મેડિકલ દ્વારા બેજવાબદારીપૂર્વક બાયોમેડિકલ વેસ્ટ ફેંકી આ વિસ્તારમાં ભય નો માહોલ ઉભો કરેલ છે જે ઘટના મંઝિલ ન્યૂઝને આજે ધ્યાનમાં આવી હતી. આરોગ્યની ગાઇડલાઇન મુજબ યુઝ થયેલા માસ્ક, ગ્લોઝ કે અન્ય મેડિસિન કે એવી કોઈ પણ વસ્તુ જાહેર માં ફેંકી શકાય નહીં જ્યાંરે કોરોના માહામારીના સમયે અતિ આવશ્યક એવા હાથના ઉપયોગમાં લેવાયેલા મોજા અને દવાની બોટલો, બોક્સ સહિતનો સામાન ત્યાં જ રોડ ઉપર ફેંકી દેવાયેલો જોવા મળ્યો હતો. એનો નિયમ મુજબ નિકાલ કરવો પડે પરંતુ સરકારના નિયમોને ઘોળીને પી જનારા આવા તત્વો સામે સરકાર ક્યારે લાલ આંખ કરશે
ખાસ કરીને આ હોસ્પીટલ અને મેડિકલની સામે રોડ ઉપર જ આ મેડિકલ વેસ્ટ જોવા મળ્યા હતા. હાલ કોરોનાની મહામારી સમયે હજારો લોકોનુ મેડિકલ ઉપર અવર જવરનુ પ્રમાણ વધુ જોવા મળતુ હોય ત્યારે આ રીતે ફેકાયેલા કચરાને લીધે ગાંધીનગરના વસાહતીઓમાં ગમે ત્યારે કોરોના વાયરસનો ચેપ લાગી જવાના ભયનો માહોલ ઉભો થયો છે. ત્યારે આ મેડિકલ કે હોસ્પીટલ દ્વારાનુ બેજવાદારી ભર્યું પગલું નગરજનોમાં ચર્ચાનો વિષય બન્યો છે.


ઉલ્લેખનિય છે કે આ અગાઉ આ જગ્યાએ આ હોસ્પિટલ દ્વારા જ બાયો મેડિકલ વેસ્ટ ફેંક્યા મુદ્દે તંત્રએ નોટિસ પાઠવી અને કાયદેસરની કાર્યવાહી કરી હતી તે મુદ્દો જગ જાહેર છે, ત્યારે ગુજરાત રાજ્યના પાટનગરમાં જ તંત્રની નજર સમક્ષ આવા કિસ્સાઓ ધ્યાને આવે છે ત્યારે અવારનવાર આવી ભુલો કરનાર મેડીકલ કે હોસ્પીટલના લીધે નગરજનો ઉપર સીધો ખતરો તોળાઈ રહ્યો છે.
ત્યારે આ મુદ્દે તંત્રએ ગંભીરતાથી નોંધ લઈને તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. નિયમાનુસાર બાયોમેડિકલ વેસ્ટનો નિકાલ પણ કરાવવો જોઇએ. ત્યારે મહાનગર વહીવટી તંત્ર આ બાબતે શું એક્શન લે છે ? તે જોવું રહ્યું !

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x