ગુજરાત શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા આવતીકાલે ધોરણ-10 (SSC) નું પરિણામ જાહેર કરાશે
ગાંધીનગર:
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 (SSC) ની ચાલુ વર્ષની પરીક્ષા લેવાઇ હતી. આ વર્ષે ધોરણ 10 માં કુલ 10.83 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તેમની બોર્ડની પરીક્ષા પૂર્ણ થયાના બીજા દિવસથી દેશભરમાં કોરોના વાયરસને કારણે લૉકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું હતું. જેનુ પરિણામ આવતી કાલે ૯ જૂને સવારે 8 કલાકે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ http://gseb.org ઉપર જાહેર થશે. શિક્ષણ વિભાગ દ્વારા પણ વિદ્યાર્થીઓને કોઈ અગવડતા ના મળે તેની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આવતીકાલે શિક્ષણ વિભાગની વેબસાઈટ પરથી ધોરણ-10ના વિદ્યાર્થીઓ ઓનલાઈન પરિણામ જોઈ શકશે. મહત્વનું છે કે ગાંધીનગર શિક્ષણ બોર્ડ દ્વારા આવતીકાલે ધોરણ-10નું પરિણામ જાહેર કરવાનું હોવાથી તમામ તૈયારીઓ પુરી કરી લેવામાં આવી છે.