કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
ગાંધીનગર :
ગુજરાત રાજયમાં કોરોના વાઇરસનો કહેર સતત વધી રહ્યો છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના વધુ એક નેતા કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ વડોદરા ખાતે સારવાર હેઠળ છે. રાજ્યસભાની ચૂંટણીમાં ઉમેદવાર હતાં. ગઈકાલે થોડો તાવ અને તબિયત નાદુરસ્ત હોવાથી તેમને રિપોર્ટ કરાવ્યો હતો. રાજ્યસભાની ચૂંટણી દરમ્યાન શક્તિસિંહ ગોહિલ સહિત કોંગ્રેસના મોટા નેતાઓ-ધારાસભ્યો, મુખ્યમંત્રીશ્રી અન્ય મંત્રીઓ તેમજ રાજ્યસભાની ચૂંટણી કામગીરી સંભાળતા વિધાનસભાના કર્મચારીઓ અને પત્રકારો નજીકથી સંપર્કમાં આવેલા હતા. જેને લઇને ભારે હડકંપ મચ્યો છે. ત્યારે ભરતસિંહ સોલંકીને કોરોના પોઝિટિવ આવતા દોડધામ મચી છે. આરોગ્ય તંત્ર દ્વારા પણ સતત કામગીરી હાથ ધરી તેમના સંપર્કમાં આવેલા લોકોની વિગતો મેળવવા કામગીરી કરાઈ રહી છે. આજે સવારે તેનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. શુક્રવારે ભરતસિંહ વિધાનસભામાં પ્રવેશ્યા ત્યારે સ્ક્રિનિંગ કર્યું હતું.