અમદાવાદમાં કાલે નીકળશે નહિ રથયાત્રા, હાઈકોર્ટે ન આપી મંજૂરી
અમદાવાદ :
ભગવાન જગન્નાથની રથયાત્રા મુદ્દે સુપ્રીમ કોર્ટનાં આદેશ બાદ સ્થિતી સ્પષ્ટ થઇ ચુકી હતી. જેના પગલે હાઇકોર્ટે પણ અમદાવાદ રથયાત્રા પર આ વર્ષ માટે સ્ટે લાવી દીધો હતો. જો કે આજે સુપ્રીમ કોર્ટ દ્વારા ફેરવિચારણા અરજીનો ચુકાદામાં રથયાત્રાને પરવાનગી આપતા ગુજરાત સરકાર દ્વારા પણ હાઇકોર્ટમાં ફેર વિચારણા અંગેની અરજી કરવામાં આવી હતી. હાઇકોર્ટમાં આ અંગે મોડી રાત સુધી વિવિધ પક્ષો દ્વારા દલીલ કરવામાં આવી હતી. સરકાર અને મંદિર ટ્રસ્ટ દ્વારા બાંહેધરી આપવામાં આવી હતી કે, વધારે વ્યક્તિઓને એકત્ર નહી થવા દેવામાં આવે અને ખુબ જ સાદાઇથી રથયાત્રાનું આયોજન કરાશે. પરંતુ રથયાત્રાને નિર્ધારિત રૂટ પર લઇ જવા માટેની હાઇકોર્ટ પરવાનગી આપે. હાઇકોર્ટ દ્વારા તમામ પક્ષોની દલિલ સાભળ્યા બાદ હાઇકોર્ટ દ્વારા રથયાત્રાને શરતી મંજુરી આપવામાં આવી હતી. હાઇકોર્ટનો ચુકાદો આવ્યા બાદ ભક્તોમાં ખુબ જ હર્ષનો માહોલ જોવા મળ્યો હતો. ફટાકડા ફોડીને મંદિરની બહાર ઉજવણી કરવામાં આવી હતી. ભક્તો ખુબ જ ખુશ થયા હતા. પરંતુ મોડી રાત્રેે હાઇકોર્ટ દ્વારા ચુકાદો આપીને રથયાત્રાને મંજૂરી આપી ન હતી