પૂ. મોરારીબાપુ ઉપર હુમલો કરનાર ભાજપના ધારાસભ્ય પબુભા માણેક સામે કાર્યવારી ક્યારે ? સરકાર મૌન કેમ?
ગાંધીનગર :
જગપ્રસિધ્ધ રામ કથાકાર પૂજ્ય મોરારીબાપુ દ્રારા વર્ષો પહેલા કોઈ એક કથામાં ભગવાન શ્રીકૃષ્ણ પર ટિપ્પણી કરતા વિડીયો સોશ્યલ મીડીયામાં વાયરલ થતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો અને સોશ્યલ મિડીયામાં લોકો પોતાનો રોષ વ્યકત કરી રહ્યા હતા ત્યારે બાપુને આ વાતની જાણ થતા તેઓ દ્રારા તુરંત દરેક સમાજની માફી માંગવામાં આવી હતી. અને તેમ છતાં પૂજ્ય મોરારીબાપુ રૂબરૂ દ્રારકામાં આવી ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં વંદન કરી માફી માંગી ત્યારબાદ પ્રેસ મિડીયાને સંબોધી રહ્યા હતા ત્યારે તે વિસ્તારના ભાજપના ધારાસભ્ય પભુભા માણેક દ્રારા અચાનક ધસી આવી હુમલાનો પ્રયાસ કરતાં અને અપશબ્દો બોલતા ત્યાં ઉપસ્થિત સાંસદ પુનમબેન માડમ અને અન્ય એક સેવાભાવી વ્યક્તિ વલકુભાઈ વાળા સમયસૂચકતા વાપરી ધારાસભ્ય પબુભાને બહાર લઈ ગયા હતા. આ વાતની જાણ થતા પૂ.મોરારીબાપુના સમર્થકોમાં તેમજ સાધુ, સંતો અને કથાકારોમાં રોષની લાગણી પ્રસરી ગઈ હતી. ત્યારે પૂ. મોરારીબાપુ ઉપર હુમલાનો નિષ્ફળ પ્રયાસ કરનાર પુર્વ ધારાસભ્ય પબુભા માણેક વિરૂધ્ધ રોષની આંધી ઉભી થઈ છે. મહુવા, તલગાજરડા, વીરપુરમાં સજ્જડ બંધ પાળવામાં આવ્યું છતાં પણ ભાજપ કે રાજ્ય સરકાર દ્રારા તેના ધારાસભ્ય સામે કાર્યવાહી કરવામાં આવતી ન હોય રોષનો માહોલ ઉભો થયો છે. સુરત, અમરેલી, બાબરા, સાવરકુંડલા, રાજુલા, દામનગર સહિત ઠેકઠેકાણે વિવિધ સમાજ, સાધુ-સંતો દ્રારા આવેદનપત્ર પાઠવીને ધારાસભ્ય સામે શિક્ષાત્મક પગલાં કે કાનુની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી હોવા છતાં પણ ભાજપ કે રાજ્ય સરકાર દ્રારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી ન હોય પૂ. મોરારીબાપુના ભક્તોમાં નારાજગીનો માહોલ આગળ વધી રહ્યો હોય છતાં પણ ભાજપ હાઈકમાન્ડ કે રાજ્ય સરકાર નું અકળ મૌન સૌને અકળાવી રહ્યું છે.