ગાંધીનગરગુજરાત

રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત : રેકોર્ડબ્રેક નવા 783 કેસ : કુલ કેસ 38419 થયા

અમદાવાદ :

રાજ્યમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ રેકોર્ડબ્રેક 783 નવા કેસ નોંધાયા છે આ સાથે રાજ્યમાં કુલ કેસનો આંકડો 38,419 થયો છે છેલ્લા 24 કલાકમાં વધુ 16 દર્દીઓના મોત નિપજ્યા છે કુલ મૃત્યુઆંક 1995 થયો છે પ્રથમ વખત રેકોર્ડ બ્રેક કેસ 783 કેસ નોંધાતા ફરી ચિંતામાં વધારો થયો છે.આરોગ્ય વિભાગની માહિતી અનુસાર છેલ્લા 24 કલાકમાં 569 દર્દીઓ સાજા થયાં છે.અત્યાર સુધીમાં રાજ્યમાં 27313 દર્દીઓએ કોરોનાને મ્હાત આપતા જેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. સુરતમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. અમદાવાદ બાદ સૌથી વધુ સુરતમાં કેસ નોંધાઇ રહ્યા છે. આજે સુરતમાંસૌથી વધુ 273 નવા કોરોનાના કેસ નોંધાયા છે. જેમાં સુરત કોર્પોરેશનમાં 215 અને સુરત જિલ્લામાં 58 કેસ નોંધાયા છે.છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 187 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 149 અને અમદાવાદ જિલ્લામાં 7 કેસ નોંધાયા છે.આ ઉપરાંત વડોદરામાં 67 કેસ,વલસાડમાં 27 કેસ, રાજકોટમાં 39 કેસ,દાહોદમાં 18, ભરૂચ અને સુરેન્દ્રનગરમાં 16-16 નવા કેસ નોંધાયા છે

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x