સુરતમાં 24 કલાકમાં રેકોર્ડબ્રેક 13 વ્યક્તિનાં કોરોનાથી નિધન
સુરત :
આજે સુરતમાં મોડી સાંજે જાહેર કરાયેલા આંકડા મુજબ નવા 9 દર્દીનાં મોત નોંધાયા છે. જેમાં વરાછાના 65 વર્ષના મહિલા, અમરોલીના 48 વર્ષના પુરૂષ, મોટા વરાછાના 52 વર્ષના પુરૂષ, કતારગામના 35 વર્ષના પુરૂષ, કાપોદરના 46 વર્ષના પુરૂષ, સગરામપુરાના 70 વર્ષના પુરૂષ, પીપળોદના 82 વર્ષના પુરૂષ, ભાથેનાના 62 વર્ષના મહિલા, 45 વર્ષના ઉન પાટીયા મહિલાનો સમાવશે થાય છે. અગાઉ 4 દર્દીનાં મોત થયા હતા.
આજે સુરતમાં કોરોના પોઝિટિવના નવા 273 દર્દી નોંધાયા છે જેમાં શહેર વિસ્તારમાં 215 કેસ નોઁધાયા છે. આ સાથે શહેર વિસ્તારમાં દર્દીની સંખ્યા 6313 જયારે ગ્રામ્ય વિસ્તાર આજે વધુ 58 કેસ સાથે દર્દી સંખ્યા961 પર પહોંચી છે. કુલ દર્દી સંખ્યા 7274 પર પહોંચી ગઈ છે. આજે સેન્ટ્રલ ઝોન 23, વરાછા એ ઝોનમાં 37. વરાછા બી 33 રાંદેર ઝોન 36, કતારગામ ઝોનમાં 36, લીબાયત ઝોનમાં 12, ઉધના ઝોનમાં 12 અને અથવા ઝોનમાં 26 કેસ નોંધાયા. જોકે ગતરોજ કતારગામ ઝોનમાં આજે વધુ દર્દી નોંધાયા છે સાથે વરાછા બી ઝોન અને રાંદેર ઝોનમાં સાથે અથવા ઝોનમાં પણ દર્દી માં પણ દર્દી માં ઉછાળો આવ્યો છે સેન્ટર અને અથવા લીબાયત પણ દર્દી માં સતત વધારો થઇ રહ્યો છે. જોકે જિલ્લામાં ચોર્યાસી 4, ઓલપાડ 1, કામરેજ 22, પલસાણા 16, બારડોલી 6, માંગરોળ 8 અને મહુવા 1, કેસ નોંધાતા જિલ્લામાં સતત કેસ વધી રહ્યા છે. પોઝિટિવ કેસ સામે આવતા અને કોરોના વાઇરસ આવ્યા બાદ સુરત જિલ્લા આરોગ્ય વિભાગ પણ દોડતું થઇ ગયું છે. થોડા દિવસ પહેલા આજ રીતે કેસ વધુ આવ્યા બાદ નિયત્રંણ હતું પણ આજે ફરી એકવાર કેસ વધતા તંત્રની ચિંતા વધી છે.