ગાંધીનગરમાં રોકેટ ગતિએ વધી રહ્યાં છે કોરોનાના કેસ. કુલ ૩૪ નોંધાયા
ગાંધીનગર :
ગાંધીનગર શહેરી વિસ્તારમાં પણ રોકેટ ગતિએ કોરોનાના કેસ વધી રહ્યાં છે. આજે રેકોડબ્રેક ૧૬ પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. જ્યારે ગાંધીનગર શહેરી વિસ્તારમાં સેક્ટર-૮ અને સેક્ટર-૨૧માં રહેતાં કોરોના પોઝિટિવ બે વૃદ્ધનું પણ મોત નિપજ્યું છે. જ્યારે બે દિવસ પહેલાં પલીડયમાં યોજાયેલાં પાટોત્સવના ૫૦ વર્ષિય પુજારી કોરોના સંક્રમિત થયા છે. જેને લઇને ધાર્મિક કાર્યક્રમમાં જોડાયેલા અને પુજારીને મળેલાં અન્ય ભક્તો અને નાગરિકોમાં ફફડાટ ફેલાયો છે.
ગાંધીનગરમાં નવા ૧૬ કેસ ઉમેરાયાં છે. ગાંધીનગર શહેરી વિસ્તારના લગભગ તમામ સેક્ટરો અને ગામોમાં કોરોનાનો ચેપ લાગી ગયો છે. ત્યારે આજે સેક્ટર-૩ એ માં રહેતો ૩૪ વર્ષિય યુવાન કોરોનામાં પટકાયો છે. આ ઉપરાંત સેક્ટર-૧૩ એ નો ૧૭ વર્ષિય કિશોરનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સેક્ટર-૨૩નો યુવાન પણ સંક્રમિત થયો છે. સે-૨ માંથી વધુ એક પોઝિટિવ કેસ પ્રકાશમાં આવ્યો છે. સે-૨ સી ના ૪૫ વર્ષિય યુવાનનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સે-૪ સી માં રહેતાં પિતા-પુત્રનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે સે-૪ સી ની ૩૮ વર્ષિય યુવતિ કોરોનામાં પટકાઇ છે. સેક્ટર-૪ બીમાં રહેતો યુવાન પણ કોરોનાગ્રસ્ત થયો છે. આમ સેક્ટર-૪ માં કુલ ચાર પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. જ્યારે સેક્ટર-૨૬ માં રહેતાં પલીયડના પાટોત્સવના ૫૦ વર્ષિય પુજારી ઉપરાંત વધુ પાંચ વ્યક્તિઓ કોરોનામાં પટકાયા છે. જેમાં સે-૨૬ કિસાનગરમાં રહેતા એક જ પરિવારના 3 સભ્યો કોરોનામાં પટકાયા છે. જેમાં ૭ વર્ષિય બાળકીનો પણ સમાવેશ થાય છે. જ્યારે સેક્ટર-૨૬ ગ્રીનસીટીમાં રહેતા પિતા અને ૨૮ વર્ષિય પુત્રનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આમ સેક્ટર-૨૬માં કુલ છ વ્યક્તિઓ એક જ દિવસમાં કોરોનામાં પટકાયાં છે. સેક્ટર-૧૪ માં રહેતા ૫૭ વર્ષિય પુરુષનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ગઇકાલે પણ સેક્ટર-૧૪નું વૃદ્ધ દંપતિ પોઝિટિવ આવ્યું હતું. સેક્ટર-૮ બી માં રહેતા ૮૫ વર્ષિય વૃદ્ધનો કોરોના રીપોર્ટ આજે પોઝિટિવ આવ્યો હતો. આ વૃદ્ધનું ગાંધીનગર સિવિલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હોવાના અહેવાલ સાંપડી રહ્યાં છે. તેમજ શહેરી વિસ્તારમાંથી કોરોના પોઝિટિવ આવેલાં બે વૃધ્ધોનું આજે ગાંધીનગર સિવિલમાં મોત નિપજ્યું છ. આ ઉપરાંત સેક્ટર-૨૧ માં રહેતા ૫૯ વર્ષિય વૃદ્ધ કે જેમનો અગાઉ કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમનું આજે મૃત્યુ થયું છે.
જ્યારે ગાંધીનગર જીલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા ૨૪ કલાકમાં કુલ 18 પોઝિટિવ કેસો નોંધાયા છે. તેમાં ગાંધીનગર તાલુકા વિસ્તારના કુડાસણમાં – 1 કેસ, સુઘડ માં – 1 કેસ, અડાલજમાં -1 કેસ, શેરથામાં -1 કેસ, સરઢવમાં -1 કેસ, વાવોલમાં – 1 કેસ, રાંધેજામાં – 2 કેસ નોંધાયેલ છે. જ્યારે કલોલ તાલુકામાં અર્બન 1 વિસ્તારમાં – 2 કેસ, સઈજ ગામમાં – 1 કેસ, પલસાણા -1 કેસ, ધાનજ -1 કેસ, બોરીસણા – 4 કેસ નોંધાયેલ છે. તેમજ માણસા તાલુકામાં મકાખાડ ગામમાં એક કેસ નોંધાયો હતો.