સાયના નેહવાલ મલેશિયન માસ્ટર્સની ફાઈનલમાં
નવી દિલ્હી :
ભારતીય બેડમિંટન સ્ટાર સાયના નેહવાલે જબરજસ્ત ફોર્મ દર્શાવતા હોંગ કોંગની યીપ પુઈ યીનને ૨૧-૧૩, ૨૧-૧૦થી હરાવીને મલેશિયન માસ્ટર્સ ગ્રાન્ડ પ્રિ ગોલ્ડ ટુર્નામેન્ટની ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો હતો. લંડન ઓલિમ્પિકમાં બ્રોન્ઝ જીતનારી સાયના નેહવાલનો મુકાબલો ફાઈનલમાં થાઈલેન્ડની ચોચુવોંગ સામે થશે. નોંધપાત્ર છેકે, રિયો ઓલિમ્પિકની નિષ્ફળતા અને ત્યાર બાદ ઈજાના કારણે લાંબા સમયથી આઉટ ઓફ એકશન રહેનારી સાયનાએ ફરી આગવી લય મેળવી લીધી છે.
આજે ઓસ્ટ્રેલિયા-પાકિસ્તાન વચ્ચે વન ડે
સીડની : ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે આજે રવિવારે સવારે ૮.૫૦થી શ્રેણીની ચોથી વન ડેનો સીડનીમાં પ્રારંભ થશે. ઓસ્ટ્રેલિયાની ટીમ શ્રેણીમાં ૨-૧થી સરસાઈ ધરાવે છે અને હવે તેઓ ચોથી વન ડે જીતવાની સાથે શ્રેણી પર કબજો જમાવવાની કોશીશ કરશે. જ્યારે પાકિસ્તાનની ટીમ શ્રેણીમાં બરોબરી મેળવવા ઝઝૂમશે.