સરકારે અનલોક 3.0 ની જાહેર કરી ગાઇડલાઇન, જાણો કઈ બાબતની છૂટ અને પ્રતિબંધ
ગાંધીનગર :
કેન્દ્ર સરકારે 1 ઑગસ્ટથી 31 ઑગસ્ટ દરમિયાન આવતા તહેવારો અને કેસોની સંખ્યાને ધ્યાનમાં રાખી unlcok 3.0ની ગાઇડલાઇન જાહેર કરી છે. આ ગાઇડલાઇન મુજબ 5મી ઑગસ્ટથી જીમ અને યોગ સેન્ટરો ખુલશે જ્યારે સિનેમા અને સ્કૂલ કૉલેજોને હજુ પણ બંધ જ રાખવામાં આવસે. જોકે, સૌથી મોટી બાબત એ છે કે 1 ઑગસ્ટથી રાત્રિ કર્ફ્યૂ દૂર કરવામાં આવ્યો છે.
સરકારે જાહેર કરેલી ગાઇડલાઇન મુજબ આગામી 1થી 31 ઑગસ્ટ દરમિયાન આ નિયમો લાગુ પડશે. શાળા-કૉલેજો, સ્વિમિંગ પુલ, સિનેમા હોલ બંધ રહેશે. આ ઉપરાંત ઑડિટોરિયમ અને એમેમ્બલી હોલ પણ બંધ રહેશે. સરકારની જાહેરાત મુજબ 1 ઑગસ્ટથી રાત્રિનો કર્ફ્યૂ નહીં રહે. જોકે, મેટ્રો ટ્રેઇન, બાગ-બગીચા, બાર, શાળા કૉલેજો બંધ જ રહેશે. જાહેર કે ખાનગી કાર્યક્રમો નહીં યોજી શકાય અને ભીડ એકઠી કરવા પર પ્રતિબંધ રહેશે. સરકારની ગાઇડલાઇન મુજબ આ મહિનામાં આતંરાષ્ટ્રીય પ્રવાસ માટે પણ હજુ રાહ જોવી પડશે. જોકે, ગાઇડલાઇન અનુસરીને લોકો 15મી ઑગસ્ટની ઉજવણી કરી શકશે. રાજ્ય સરકારે તેમના કન્ટેનમેન્ટ ઝોન નક્કી કરવાની પરવાનગી આપવામાં આવી છે. કન્ટેનમેન્ટ ઝોનમાં કઈ છુટછાટ આપવામાં નહીં આવે. જોકે, રાજય સરકારને વિસ્તારો અને કેસની સંખ્યાને જોતા કર્ફ્યૂ સહિતના નિર્ણયો લેવાની છુટ આપવામાં આવી છે.