વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને રામમંદિર નિર્માણમાં શુકન રુપે 11 કિલોની ચાંદીની પાટ અર્પણ કરી
અમદાવાદ :
ભારત ભવ્ય ઈતિહાસને ઉજાગર કરનાર અને કરોડો હિંદુઓની આસ્થાના પ્રતિકસમા અયોધ્યામાં બનનાર શ્રી રામજન્મભૂમિ મંદિરના ભૂમિપૂજન પ્રસંગની ઐતિહાસિક ક્ષણે જગત જનની મા ઉમિયાની અસીમ કૃપાથી વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા મંદિરના નિર્માણ માટે ભગવાન શ્રી રામના ચરણોમાં શુકન રુપે 11 કિલો ચાંદીની પાટ અર્પણ કરે છે. આ સાથે રામજન્મભૂમિ મંદિરના ભૂમિપૂજન પ્રસંગની ઐતિહાસિક ક્ષણે અમદાવાદના જાસપુર સ્થિત વિશ્વઉમિયાધામ મંદિર ખાતે સાંજે ૬.૩૦ કલાકે મહાઆરતીનું આયોજન કરાયું છે.