શ્રી રામ મંદિર ભૂમિપૂજન અંતર્ગત વાવોલની દેવ ઈન્ટરનેશનલ સ્કૂલમાં ઉજવણી કરાશે
ગાંધીનગર :
આધુનિક ભારતના ઇતિહાસમાં આજનો દિવસ ભગવાન શ્રી રામની જન્મ ભૂમી ચળવળના ઈતિહાસમાં સોનેરી અક્ષરે લખાશે. 400 વર્ષ બાદ ભારતની ઐતિહાસિક ધાર્મિક નગરી અયોધ્યામાં જ્યાં ભગવાન શ્રી રામનો જન્મ થયો હતો તે વિવાદી ભૂમી પર સુપ્રીમ કોર્ટે રસ્તો કરી આપ્યા બાદ હવે આજે મંદિર શિલાન્યાસ થવા જઈ રહ્યો છે. જેના ભાગરૂપે આ ઐતિહાસિક દિવસના સાક્ષી બનવા રાધે-રાધે પરીવાર ગ્રુપ, આઈવેન્ટસ ગ્રુપ, સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ગાંધીનગરના વાવોલ ખાતે આવેલ દેવ ઈન્ટરનેશનલ સ્કૂલ ના વિશાળ ગ્રાઉન્ડ માં વિશાળ ભારતીય નકશો દોરી તેના ફરતે 5001 દિવળા કરી ઉજવણી કરવાનું નક્કી કર્યું છે. જેમાં પ્રોગ્રામને અંતે પ્રસાદી રૂપે ભોજન નું પણ આયોજન રાખેલ છે. વધુમાં જણાવ્યું હતું કે આ કાર્યક્રમ જાહેર કાર્યક્રમ નથી. કોરોનાની કહેરને લીધે સરકાર શ્રી ના નિતિ નિયમોનો ધ્યાનમાં રાખીને કાર્યક્રમની ઉજવણી કરવામાં આવશે.