ગાંધીનગરગુજરાતરાષ્ટ્રીય

જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક પર્વની આજે ગાંધીનગરમાં ઉજવણી

1485356370_gn2ગાંધીનગર,
૨૬મી જાન્યુઆરીના રોજ સમગ્ર દેશમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવે છે.જે અંતર્ગત ગાંધીનગર જિલ્લાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીના કાર્યક્રમનું રામકથા મેદાન સેક્ટર-૧૧ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ પોલીસ પરેડ સહિત અન્ય કાર્યક્રમો યોજાશે. ઉપરાંત શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાપર્ણ તથા ખાતમુર્હુત યોજાશે.

સમગ્ર દેશમાં ૨૬મી જાન્યુઆરીના રોજ ૬૮માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવશે. ત્યારે રાજ્યમાં દરેક જિલ્લાવાર આ પ્રજાસત્તાક દિનની ઉજવણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ગાંધીનગર જિલ્લા કક્ષાની ઉજવણી  શહેરના સેક્ટર-૧૧ ખાતે આવેલા રામકથા મેદાન ખાતે કરવામાં આવ્યું છે.

આ પ્રસંગે મંત્રી રોહિતભાઇ પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવશે. ઉપરાંત શાળાના બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક  અને દેશભક્તિના કાર્યક્રમો રજૂ કરવામાં આવશે તેમજ જિલ્લા પોલીસની વિવિધ પાંખ દ્વારા પરેડનો કાર્યક્રમ પણ યોજાશે ઉપરાંત શ્વાન અને અશ્વદળ દ્વારા વિવિધ કરતબો રજૂ કરવામાં આવશે તેમજ સ્વાતંત્ર્યસેનાનીઓનું સન્માન કરવામાં આવશે. જ્યારે વિવિધ સ્પર્ધાઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ આ દિનને અનુરૃપ યોજાશે આ સાથે સરકારના વિવિધ વિભાગો દ્વારા ટેબ્લો બનાવીને તેનું ખાસ પ્રદર્શન પણ કરવામાં આવશે. જ્યારે ગ્રામ્યકક્ષાએ પ્રભાતફેરી સહિતના અન્ય દેશભક્તિના અને એક્તાના કાર્યક્રમ પણ કરવામાં આવશે.

ઉજવણીમાં વધુને વધુ લોકો સામેલ થાય તેમજ તેમને સુવિધા મળી શકે તે અંગે અધિકારીઓને જરૃરી સૂચના પણ આપવામાં આવી છે જ્યારે કાર્યક્રમના સ્થળે જરૃરી બેઠક વ્યવસ્થા સહિત કાયદો વ્યવસ્થા અને આરોગ્ય વિષયક વ્યવસ્થા તથા પ્રદર્શન અને પ્રભાતફેરી જેવા કાર્યક્રમો યોજાશે.

આ ઉપરાંત ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા કચેરી ખાતે પ્રજાપત્તાક પર્વની ઉજવણી કરવામાં આવશે. મેયર પ્રવિણભાઇ પટેલના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ કરવામાં આવશે.ઉપરાંત શહેરની વિવિધ શાળા અને કોલેજોમાં પણ પ્રજાસત્તાક પર્વને અનુરૃપ ધ્વજવંદન સહિત સાંસ્કૃતિક કાર્યક્રમો અને વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x