અમદાવાદના પીરાણા પાસે કાપડ ગોડાઉનમાં ભીષણ આગ, 8 લોકોના મોત
દિવાળી ટાણે હવે રાજ્યમાં અલગ અલગ જગ્યાએ આગ લાગવાની ઘટનાઓ ફરીથી શરૂ થઈ છે. અમદાવાદમાં કાપડ ગોડાઉનમાં ભીષણ આગ લાગી હોવાના અહેવાલ મળતા અફડા તફડીનો માહોલ સર્જાયો છે. પીરાણા પાસે ગણેશનગરમાં આવેલા કાપડના ગોડાઉનમાં આ ઘટના બની છે. કાપડ ગોડાઉનમાં ભીષણ આગની ઘટનામાં 8ના મોત નિપજ્યા છે. આગમાંથી 5 લોકોને બહાર કઢાયા છે, જ્યારે 3 લોકોને રેસ્કયુ કરાયું છે. 6 લોકોની હોસ્પિટલમાં તબિયત ખુબ જ નાજુક છે. હજુ પણ કેટલાંક લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા સેવાઈ રહી છે.
આગમાં કેટલાક લોકો ફસાયાની માહિતી સાંપડી રહી છે. પ્રાથમિક સ્તરે માહિતી મળ્યા બાદ ફાયર બ્રિગેડની 6 ગાડીઓ ઘટનાસ્થળે રવાના થઈ કરાઈ હતી. પરંતુ ધીમેધીમે ઘટનાએ વિકરાળ સ્વરૂપ લેતા ફાયર બ્રિગેડના 40 જવાન રેસ્ક્યુ માટે બોલાવવામાં આવ્યા હતા. હાલ આગ પર કાબૂ મેળવવાની કામગીરી ચાલી રહી છે.
આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે અમદાવાદમાં પીરાણા પાસે ગણેશનગરમાં આવેલા કાપડના ગોડાઉનમાં લાગેલી આગથી 8 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. પીરાણા પાસે નાનુકાકા એસ્ટેટમાં ગોડાઉનમાં આગ લાગી છે. સ્થાનિક લોકો દ્વારા આ ઘટનાની મળતી માહિતી મળતા ફાયર બ્રિગેડના 40 જવાન રેસ્ક્યુમાં જોડાયા છે. આ ઘટનામાં એક બ્લાસ્ટ થતા ફેક્ટરીની છત ધરાશાયી થઈ છે.