સુરતના મેયર ડૉ. જગદીશ પટેલ કોરોના પોઝિટિવ
સુરત :
સુરતમાં વધી રહેલા કોરોના સંક્રમણમાં આજે સુરતના મેયર પણ ઝપેટમાં આવી ગયા છે. સુરતના મેયર ડોક્ટર જગદીશ પટેલને શરદી, ખાંસી થતા તેઓએ ટેસ્ટ કરાવતા તેમનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો.
સુરતમાં કોરોના સંક્રમણ થયા બાદ ડોક્ટર જગદીશ પટેલ કોરોના વોરિયર્સ બન્યા હતા. સૌથી વધુ કોરોના સંક્રમણ હતો ત્યારે તેઓ રોજ સ્મીમેર હોસ્પિટલમાં કોરોના અંગેની કામગીરી સાથે જોડાયા હતા.
ડૉક્ટર જગદીશ પટેલ હોવાના નાતે સતત લોકો સાથે જોડાયેલા રહે છે. તેઓને શરદી, ઉધરસના લક્ષણો દેખાતા તેઓએ કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો. આ ટેસ્ટમાં ડૉક્ટર પટેલ પોઝિટિવ હોવાનું બહાર આવ્યું હતું. તેઓને કોઈ અન્ય લક્ષણ ન હોવાથી તેઓ હોમ આઇસોલેટ થયા છે. મેયરે તેમની સાથે સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવવા માટે અપીલ કરી છે.