આંતરરાષ્ટ્રીય

બ્રહ્મપુત્ર નદી પર ચીન વિરાટ બંધ બાંધશે, ભારત અને બાંગ્લા દેશની મુશ્કેલીઓ વધશે

નવી દિલ્હી :
પોતાની 14મી પંચવર્ષીય યોજનાના અમલના નામે ચીન બ્રહ્મપુત્ર નદી પર એક વિરાટ બંધ બાંધી રહ્યું હતું. આ બંધના પગલે ભારત અને બાંગ્લાદેશને તકલીફ પ઼ડશે એમ નિષ્ણાતો કહે છે.
આ બંધ ભારત અને તિબેટની વચ્ચે આવતા વિસ્તારમાં બંધાશે. ઔપચારિક બાંધકામ આવતા વર્ષથી 2021થી શરૂ થશે. એક ચીની કંપનીના અધ્યક્ષને ટાંકીને ચીની મિડિયાએ આ સમાચાર પ્રગટ કર્યા હતા.
ગ્લોબલ ટાઇમ્સે પાવર કન્સ્ટ્ર્ક્શન કંપની ઑફ ચાઇનાના અધ્યક્ષ યાંગ જિયોંગને ટાંકને પ્રગટ કરેલા અહેવાલ મુજબ યારલુંગ જમ્બો (બ્રહ્મપુત્રનું તિબેટી ભાષાનું નામ ) પર એક વિરાટ બંધ બાંધવાની યોજના તૈયાર કરી રહ્યું હતું. આ યોજના ચીનની 14મી પંચવર્ષીય યોજના (2021-2025) ના ભાગ રૂપે તૈયાર થશે. 2035 સુધીમાં આ યોજનાના દીર્ઘકાલીન લક્ષ્યાંકો પાર પાડવાના હતા.
આવતા વરસે નેશનલ પિપલ્સ કોંગ્રેસ દ્વારા આ યોજનાને સમર્થન મળી જાય ત્યારબાદ એની વિગતો જાહેર કરાશે. અત્યારે માત્ર બંધ બાંધવા પૂરતી જાહેરાત કરાઇ હતી. આ બંધને જળવિદ્યુત યોજના તરીકે પણ ઓળખાવાઇ હતી. ચીને એવો દાવો કર્યો હતો કે આ યોજનાના અમલથી દેશના જળસ્રોતો અને સ્થાનિક સુરક્ષા વધુ સુદ્દઢ થશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x