ખેડૂતોને પ્રદર્શન કરવાનો હક છે, પ્રદર્શનનો અંત થવો જરૂરી: સુપ્રીમ કોર્ટ
કૃષિ કાયદાઓ વિરુદ્ધ ખેડૂતોનું વિરોધ પ્રદર્શન સતત ચાલુ છે અને આજે આ મામલે સુપ્રીમ કોર્ટ એ સતત બીજા દિવસે સુનાવણી કરી રહ્યું છે. કોર્ટે વિવાદને ઉકેલવા માટે જે કમિટીની રચનાની વાત કહી હતી આજે તેની પર ચિત્ર સ્પષ્ટ થઈ શકે છે. ગુરૂવારે સુનાવણી દરમિયાન ચીફ જસ્ટીસએ કહ્યું કે ખેડૂતોને પ્રદર્શન કરવાનો હક છે, પરંતુ કેવી રીતે થાય તેની પર ચર્ચા થઈ શકે છે. કોર્ટે કહ્યું કે અમે પ્રદર્શનના અધિકારમાં કાપ ન મૂકી શકીએ. કોર્ટે કહ્યું કે પ્રદર્શનનો અંત થવો જરૂરી છે. અમે પ્રદર્શનના વિરોધમાં નથી પરંતુ વાતચીત પણ થવી જોઈએ.
ચીફ જસ્ટિસે કહ્યું કે, ખેડૂતોને મોટી સંખ્યામાં દિલ્હીમાં પ્રવેશની મંજૂરી ન આપી શકાય, આ નિર્ણય પોલીસનો હશે, ન કે કોર્ટનો અને ન તો સરકારનો જેમનો ખેડૂત વિરોધ કરી રહ્યા છે. સીજેઆઈએ આ ઉપરાંત કહ્યું કે, દિલ્હીને બ્લોક કરવાથી દિલ્હીના લોકો ભૂખ્યા થઈ જશે. આપનો ઉદ્દેશ્ય ત્યાં સુધી પૂરો નથી થતો જ્યાં સુધી વાતચીત ન થાય. જો આવું ન થયું તો વર્ષો સુધી તમે પ્રદર્શન બેઠા રહેશો અને કોઈ પરિણામ નહીં આવે.
ચીફ જસ્ટિસ બોબડેએ કહ્યું કે, અમે મામલા અંગે આજે સુનાવણી નથી પૂરી કરી રહ્યા. બસ જોવાનું એ છે કે વિરોધ પણ ચાલતો રહે અને લોકોના મૌલિક અધિકારનોનું હનન ન થાય. તેમનું પણ જીવન અડચણ વગર ચાલે. સીજેઆઈએ કહ્યું કે પ્રદર્શનનું એક લક્ષ્ય હોય છે, સરકાર અને ખડૂતોની વચ્ચે વાતચીત થવી જોઈએ. તેના માટે અમે કમિટીની રચના કરવા અંગે વિચારી રહ્યા છીએ.સુપ્રીમ કોર્ટે રચવામાં આવનારા કમિટીના સભ્યો અંગે ભલામણ કરતાં કહ્યું કે, કમિટીમાં પી. સાંઇનાથ, ભારતીય કિસાન યૂનિયન અને અન્ય સભ્યોનો સમાવેશ કરી શકાય.