ગુજરાતરાષ્ટ્રીય

રાજકોટ એઈમ્સનો માસ્ટર પ્લાન તૈયાર, પીએમ મોદીના હસ્તે થઇ શકે છે ખાતમુહર્ત

રાજકોટ નજીક ખંઢીરીમાં રૂપિયા 1195 કરોડના ખર્ચે નિર્માણ પામનાર ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યૂટ ઓફ મેડીકલ સાયન્સનો માસ્ટર પ્લાનને કેન્દ્રિય આરોગ્ય વિભાગે મંજૂરી આપતા એક વર્ષમાં જ પ્રોજેક્ટ પુરો કરી દેવામાં આવશે તેમ રાજકોટ માટે નિયુક્ત કરવામાં આવેલા ડાયરેક્ટરે જણાવ્યું હતું. જામનગર રોડ ઉપર ખંઢેરી અને પરાપીપળીયાની સરકારી ખરાબાની 201 એકર જમીનમાં એઈમ્સ બનાવવામાં આવનાર છે. એમ્સમાં બે હોસ્પિટલ, હોસ્ટેલ, મેડીકલ કોલેજ અને સ્ટાર ક્વાર્ટર બનાવવામાં આવશે. એમ્સમાં 6 માળના કુલ 5 ટાવર ઉભા કરવામાં આવશે. એમ્સની ફાયનલ ડિઝાઈનને મંજૂરી આપવામાં આવી છે. અલગ અલગ 5 બિલ્ડીંગ બાંધવામાં આવશે જેમાં તમામ વિભાગ અલગ કરવામાં આવશે.

ભરતી માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે અને 1.16 લાખથી 1.65 લાખ સુધીનો પગાર પણ નક્કી કરવામાં આવ્યો છે. એઈમ્સના નિર્માણનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ખાતમુહર્ત કરવાનું પણ ફાઈનલ થઈ ગયું છે સંભવત: આગામી મહિને વડાપ્રધાનની રાજકોટ મુલાકાતનો કાર્યક્રમ ગોઠવાય તેવી શક્યતા છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x