સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ચૂંટણી પંચ સત્તા પક્ષને ફાયદો થાય તેવી રીતે કામ કરે છે : વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ રાજ્ય ચૂંટણી પંચને કરી ફરિયાદ
ગાંધીનગર :
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને હવે વાતાવરણમાં ધીમે ધીમે ગરમાવો જોવા મળી રહ્યો છે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગમે ત્યારે ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સહિતના ડેલિગેશન સાથે આજે રાજ્ય ચૂંટણી પંચ આયોગ સાથે બેઠક કરવામાં આવી હતી. ચૂંટણી સમયે જ મતદારોના નામ મતદાર યાદીમાં ન હોવાની ફરિયાદ પણ કરી હતી. આ સાથે જ એક જ દિવસે ચૂંટણી અને એ જ દિવસે મતગણતરી હાથ ધરવાની માગ રાજ્ય ચૂંટણી પંચ આયોગને કરી હતી.
બેઠક બાદ વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે અગાઉની ચૂંટણીમાં વારંવાર પોલિંગ એજન્ટ કે દિલ્હીની એજન્ટ કે કાર્યકર માટે પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ કે બીજા કોઈ પ્રમાણપત્રોની માગણી કરવામાં આવતી હતી. જે ગેરકાયદે અને અયોગ્ય છે. જેને દુરુપયોગ ગઈ ચૂંટણીમાં સરકારી અમલદારો દ્વારા રાજકીય પક્ષે અયોગ્ય રીતે કરેલ છે. જેનું પુનરાવર્તન ન થાય અને હરીફ રાજકીય પક્ષોના કાર્યકરો, કોલિંગ એજન્ટો આવા વર્તનનો ભોગ ન બને તે બાબતે પણ આયોગને અરજી કરવામાં આવી છે.
વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી એવો પણ આક્ષેપ કર્યા હતાં કે ચૂંટણી પંચ સત્તા પક્ષને ફાયદો થાય તેવી રીતે કામ કરે છે. તેથી ચૂંટણી પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નિષ્પક્ષ રીતે કામ કરે તેવી માગ કરી હતી. ભૂતકાળમાં રાજકીય પક્ષોને પોતાના ઉમેદવારો માટે પ્રચાર કરવા. જાહેર સભાઓ કરવા, રેલી યોજવા પરવાનગી લેવાના સમયે કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા તે સાથે સંકળાયેલા અધિકારીઓ દ્વારા હાડમારી અનુભવેલી છે અને મુક્ત રીતે ચૂંટણી પ્રચાર સતત રીતે વિક્ષેપિત થયેલ છે. આવું ફરીથી ન થાય અને સરળતાથી પરવાનગી અપાય તેવી પણ માગ પરેશ ધાનાણીએ કરી છે.
વર્ષ 2015ની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અનેક મતદારોના નામ મતદાર યાદીમાંથી ગાયબ કરી દેવાની ઘટનાઓ પણ સામે આવી હતી. આમ આ ઘટનાને ધ્યાનમાં લઈને વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ એટલે જ આયોગને આ બાબતે પણ ફરિયાદ કરી છે કે અંતિમ સમયે કોઈપણ મતદારયાદીમાંથી કોઈપણ મતદારોના નામ ગાયબ ન થાય તે જોવાની ફરજ પર ચૂંટણી પંચની છે. જેથી વર્ષ 2015ની ઘટનાનું પુનરાવર્તન ફરીથી આવનારી સ્થાનિક ચૂંટણીમાં ન થાય તે બાબતે પણ ચર્ચા પરેશ ધાનાણીએ ચૂંટણીપંચ આયોગને કરી છે