ગાંધીનગર

ગાંધીનગર કોર્પોરેશનનું રૂ. 33.19 કરોડની પુરાંતવાળું રૂ. 345.20 કરોડનું બજેટ

ગાંધીનગર :

ગાંધીનગરના મ્યુનિસિપલ કમિશનર ડો. રતનકુંવર ગઢવીચારણે શુક્રવારે વર્ષ 2021-22નું રૂ. 33.19 કરોડની પુરાંતવાળું રૂ. 345.20 કરોડનું બજેટ રજૂ કર્યું હતું. કોર્પોરેશનમાં સમાવિષ્ટ નવા વિસ્તારો માટે બજેટ બેવડી ભેટ લઈને આવ્યું છે. એક તો નવા વિસ્તારોમાં હાલમાં જૂની આકારણી પ્રમાણે જ વેરો વસૂલાશે. બીજું, સુવિધાઓ માટે રૂ. 80.90 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ઉપરાંત, ગાંધીનગરમાં સફાઈ માટે રૂ. 36.27 કરોડની જોગવાઈ કરાઈ છે, જેમાં મુખ્યત્વે આંતરિક તેમજ મુખ્ય માર્ગોની સફાઈ માટે રૂ. 11.20 કરોડ ખર્ચાશે. નવા વિસ્તારોના આંતરિક-મુખ્ય માર્ગોની સફાઈ માટે 9 કરોડ, જાહેર શૌચાલયોની નિભાવણી માટે રૂ. 4 કરોડ, ઘન કચરાના ડોર-ટુ-ડોર નિકાલ માટે 11 કરોડ, જેમાંથી 5 કરોડ નવા વિસ્તારમાં ખર્ચાશે. મ્યુનિસિપલ કમિશનરે સ્થાયી સમિતિને અંદાજપત્ર રજૂ કર્યું છે. હવે, સ્થાયી સમિતિ તેનો અભ્યાસ કરીને સુધારા-વધારા સૂચવશે. ગત વર્ષે બજેટનું કદ 278.37 કરોડ રહ્યું હતું, જેમાં 66.83 કરોડના વધારા સાથે નવા વર્ષે બજેટનું કદ 345.20 કરોડ થયું છે.

નવા વિસ્તારો માટેની જોગવાઈઓ

 • 9 કરોડના ખર્ચે ઝુંડાલ, સુઘડ, ભાટ, કોટેશ્વર, કોબા, નભોઈ, અંબાપુર, વાસણા હડમતિયા, સરગાસણ, રાંધેજા, તથા પેથાપુરમાં સીસી રોડ અને સ્ટ્રીટ લાઈટ નખાશે.
 • 6 કરોડના ખર્ચે વાવોલના તળાવના વિકાસ અને જાહેર ઉદ્યાન બનશે.
 • 5 કરોડના ખર્ચે કુડાસણમાં ટાઉનહોલ બનાવાશે.
 • 5 કરોડના ખર્ચે ખોરજ, અમીયાપુર, પોર, કોલવડા અને વાવોલમાં નવી ડ્રેનેજ લાઈન, સુએઝ પમ્પીંગ સ્ટેશન એસટીપીની કામગીરી થશે.
 • 5 કરોડના ખર્ચે નવા 18 ગામોમાં પાણીની નવી લાઈન તેમજ વોટર વર્કસ રો વોટર પમ્પ હાઉસ બનાવાશે.
 • 5 કરોડના ખર્ચે નવા વિસ્તારની ટીપી સ્કીમ વિસ્તારોમાં રસ્તાઓ બનશે.
 • 3 કરોડના ખર્ચે કોલવડા અને વાવોલમાં કોમ્યુનિટી હોલ, લાઈબ્રેરી અને સ્મશાનગૃહ બનશે.
 • 2 કરોડના ખર્ચે ક-0થી રાંધેજા ચોકડી સુધી સ્ટ્રીટ લાઈટ નખાશે.
 • 1.50 કરોડના ખર્ચે કુડાસણમાં સિનિ. સિટીઝન પાર્ક, લાઈબ્રેરી બનશે.
 • 1 કરોડના ખર્ચે નવા વિસ્તારોમાં જાહેર શૌચાલયો બનાવાશે.
 • 1 કરોડના ખર્ચે ઈન્દિરા બ્રિજથી કોટેશ્વર જતા રસ્તાની સેન્ટ્રલ વર્જ, ટ્રાફિક આઈલેન્ડ બનાવાશે.
 • 1 કરોડના ખર્ચે કોટેશ્વર ગામે કોમ્યુનિટી હોલ બનશે.

બજેટની મુખ્ય જોગવાઈઓ
સફાઇ માટે 36.27 કરોડની જોગવાઇ

 • રૂ. 36.27 કરોડમાંથી આંતરિક, મુખ્ય માર્ગોની સફાઇ માટે 11.20 કરોડ
 • કોર્પો.માં સમાવાયેલા નવા વિસ્તારોમાં રસ્તાની સફાઇ માટે 9 કરોડ
 • નવા તથા જૂના વિસ્તારોમાં જાહેર શૌચાલયોના નિભાવ માટે 4 કરોડ
 • ઘન કચરાના ડોર-ટુ-ડોર નિકાલ માટે કુલ 11 કરોડ, તેમાંથી 5 કરોડ નવા વિસ્તારો માટે ફાળવવાની જોગવાઇ

બજેટના મુખ્ય મુદ્દા: જાહેર આરોગ્યને લગતી સુવિધાઓ માટે 3.89 કરોડની જોગવાઈ કરાઇ

 • વિકાસના કામો માટે કુલ કેપિટલ ખર્ચ 184.96 કરોડ પહોંચવાની શક્યતા છે.
 • વિકાસના કામો માટે 224.78 કરોડની જોગવાઈ કરવામાં આવી છે, જે પૈકી 39 કરોડનો નવા કામોની દરખાસ્ત સરકારમાં મંજૂરી માટે મોકલાઈ છે.
 • શહેરમાંં પાણી ગટર વ્યવસ્થા તથા અન્ય પ્રાથમિક સુવિધાઓ સુદ્રઢ બને તે માટે શહેરી ગરીબ અને પછાત વિસ્તારમાં 6 કરોડની જોગવાઈ ચાલુ રખાઈ છે અને શહેરની પેરાફેરી ગામડા વિસ્તારમાં માળખાકીય સુવિધાઓ માટે વધુ 6 કરોડની જોગવાઈ ચાલુ રાખવામાં આવે છે.
 • ડ્રેનેજ લાઈન, ભુગર્ભ ગટરના કામ માટે 5 કરોડ
 • નવા વિસ્તારમાં પાણીની નવી લાઈન નાખવા તેમજ વોટર પમ્પ હાઉસ માટે 5 કરોડની જોગવાઈ
 • મુખ્યમંત્રી આવાસ માટે 7 કરોડની જોગવાઈ
 • મુખ્ય રસ્તાઓની સેન્ટરવર્જ ઉપર ટ્રાફીક સલામતી ધ્યાને લઈ ઓર્નામેન્ટલ ગ્રીલ લગાવવાના કામ માટે 4 કરોડની જોગવાઈ.
 • મનપા વિસ્તારોમાં ટાઉનહોલ, કોમ્યુનિટી હોલ અને લાઈબ્રેરી વગેરના બાંધકામ માટે 11.50 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

સર્વ સમાવેશક ડ્રાફ્ટ બજેટ
કોર્પોરેશનમાં સમાવેયાલા 18 ગામ, પેથાપુર શહેર અને 7 ટીપી વિસ્તારમાં શહેરના જેવી સુવિધાઓના આયોજનો કમિશનરે બજેટમાં કર્યાં છે. નવા ભળેલા વિસ્તારમાં કોઇ નવો ટેક્સ લાગુ કરાયો નથી, પરંતુ ગ્રામ પંચાયત દ્વારા જે વેરા વસૂલાતા હતાં, તે પદ્ધતિ જ હાલમાં યથાવત્ છે. આમ સર્વ સમાવેશક બજેટ રજૂ કરાયું છે. { રીટાબેન પટેલ, મેયર

ગ્રામ્ય પ્રજા સાથે મજાક કરાઇ
18 ગામના વિકાસ માટે ફક્ત 80 કરોડ ફાળવીને પ્રજા સાથે મજાક કરાઈ હોવાનો આાક્ષેપ તેમણે કર્યો હતો. શહેરી વિસ્તારમાં સ્માર્ટસિટી અંતર્ગત વિકાસ થઈ રહ્યો છે પરંતુ 18 ગામનો વિકાસ મનપાએ શરૂઆતથી કરવાનો છે એટલે દરેક ગામ દીઠ 10 કરોડની જોગવાઈ જરૂરી હોવાનું તેમણે જણાવ્યું હતું. { શૈલેન્દ્રસિંહ બિહોલા, વિપક્ષી નેતા

107.61 કરોડ રેવન્યુ આવકનો અંદાજ
વિવિધ ટેક્ષમાંથી કુલ 55.75 કરોડની આવકનો અંદાજ

 • મિલકત વેરો : 38.05 કરોડની આવકનો અંદાજ, મનપામાં નવા વિસ્તારોમાં સમાવાયેલા વિસ્તારોમાં જૂની આકરણી મુજબના જ દર યથાવત્ રહેશે. જેમાં આગામી સમયે મનપા દ્વારા આકરણી કરીને નવા દર નક્કી કરાશે.
 • વ્યવસાય વેરો : 50 કરોડની આવકનો અંદાજ, નવા વિસ્તરોમાં જે સંસ્થાઓએ હજુ સુધી વ્યવસાયવેરા નોંધણી નથી કરાવી તેવી સંસ્થાઓને શોધી કાઢવા ઝુંબેશ ચાલુ કરાશે.
 • અન્ય વેરા: વ્હીકલ ટેક્ષમાંથી 5.50 કરોડ અને ડોર ટુ ડોર કચરો એકત્રીકરણ ચાર્જમાંથી 2.75 કરોડની આવકનો અંદાજ છે.

નોન ટેક્ષની 51.08 કરોડની આવકનો અંદાજ

 • વ્યાજમાંથી અંદાજે 18 કરોડ, નવા બાંધકામ માટે પરવાનગી તથા નકશાની મંજૂરીની આવક, દુકાન-લારી-ગલ્લા ભાડાની અંદાજે 72 લાખ આવક અને અન્ય પરચુરણ આવક મળી કુલ 28.37 કરોડની આવકનો અંદાજ છે. ​​​​​​​
 • ઓક્ટ્રોય વળતર ગ્રાન્ટ 15.28 કરોડ તેમજ અન્ય રેવન્યુ ગ્રાન્ટ મળીને કુલ 23.43 કરોડની આવકનો અંદાજ કરવામાં આવ્યો છે.

120.41 કરોડ રેવન્યુ ખર્ચનો અંદાજ
મહેકમ ખર્ચ: ગત વર્ષમાંં 26.29 કરોડ હતું, જે નવા વિસ્તારો સમાવેશ અને તે માટેની ભરતીને જોતા આ વર્ષે 38.25 કરોડ થવાનો અંદાજ છે. ​​​​​​​
સફાઈ તથા નિભાવણી ખર્ચ: માર્કેટ, ચોકઠા, સફાઈ, શૌચાલયોની નિભાવણી, ડોર ટુ ડોર કચરો ભેગો કરવા 36.27 કરોડની જોગવાઈ.
અન્ય જોગવાઈઓ : સુએજ, ઈએસઆર વોટર પમ્પિંગ સ્ટેશન, ગાર્ડન સર્કલ, આંગણવાડી સ્કૂલો, સોલાર લાઈટ, સીસી રોડ, વાહનોની જાળવણી અને નિભાવણી માટે 25.29 કરોડની જોગવાઈ કરાઈ છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x