Uncategorized

ધો.3થી8માં 15મી માર્ચથી પ્રથમ સત્ર પરીક્ષા, ક્લાસમાં જ લેવાશે

અમદાવાદ

ગુજરાતમા શિક્ષણ તબક્કાવાર અનલોક કરવાના સરકારના આયોજન અંતર્ગત ધો.૯થી૧૨ અને ત્યારબાદ ધો.૬થી૮ના વર્ગોમાં ઓફલાઈન શિક્ષણ શરૃ કરાયા પછી હવે ધો.૩થી૮માં પ્રથમ સત્રાંત પરીક્ષા પણ જાહેર કરી દેવાઈ છે. જે ૧૫મી માર્ચથી શરૃ થશે અને સ્કૂલોમાં વિદ્યાર્થીઓને રૃબરૃ બોલાવી કલાસરૃમમાં જ પરીક્ષા લેવાશે. બાળકોના વાર્ષિક પરિણામને ધ્યાનમાં રાખતા આ પ્રથમ સત્ર પરીક્ષા ફરજીયાત છે.

ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ-જીસીઈઆરટી અને પ્રાથમિક શિક્ષણ નિયાામક કચેરી દ્વારા રાજ્યના તમામ ડીઈઓ અને ડીપીઓ તથા કોર્પોરેશન સ્કૂલોના શાસનાધિકારીઓને પરિપત્ર કરીને સૂચના આપવામા આવી છે કે ૧૫મી માર્ચથી  પ્રથમ સત્ર નિદાન કસોટી લેવાની રહેેશે .રાજ્યની  જીલ્લા પંચાયત અને કોર્પોરેશન હેઠળની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી સહિતની તમામ સ્કૂલોમાં ધો.૩થી૮માં પ્રથમ સત્રાંત પરીક્ષા લેવાશે. આ પરીક્ષાનો કાર્યક્રમ પણ જાહેર કરી દેવાયો છે અને જે મુજબ ૧૫મી માર્ચથી પરીક્ષા લેવાની રહેેશે. તમામ સ્કૂલોમાં કોમન પ્રશ્નપત્ર મોકલવામા આવશે અને પરીક્ષા બાદ મુલ્યાંકન પણ કોમન થશે. ગુજરાતી ,ગણિત, વિજ્ઞાાન, સામાજિક વિજ્ઞાાન વિષયની સમાન પરીક્ષા કરવાની રહેશે અને બાકીના વિષયોની  પરીક્ષા ગ્રાન્ટેડ અને ખાનગી સ્કૂલો પોતાની રીતે લઈ શકશે.જે શાળામાં પાળી પદ્ધતિ અમલમાં હોય તે શાળાઓમાં તમામ ધોરણની તમામ વિષયની પરીક્ષા  આપેલ સમય પત્રક મુજબ લેવાની રહેશે. પેપરના પ્રુફ અને ભાષા શુદ્ધિની જવાબદારી ડીઈઓ તેમજ કોર્પોરેશનને સોંપવામા આવી છે.ધો.૩થી૫માં ૪૦ માર્કસની અને ધો.૬થી૮માં ૮૦ માર્કસની પરીક્ષા રહેશે. ધો.૩થી૫ની પરીક્ષા સવારે ૧૧થી૧ અને ધો.૬થી૮ની પરીક્ષા ૨થી૫ દરમિયાન લેવાશે.

આ પરીક્ષાના પરિણામની ઓનલાઈન ડેટા એન્ટ્રી કરવાની રહેશે અને તેની સૂચનાઓ અલગથી સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા અપાશે. આ પરીક્ષામાં પ્રશ્નપત્રોની સોફ્ટ કોપી દરેક જિલ્લામાં મોકલાશે અને ડીઈઓ -ડીપીઓએ સંકલન કરી એક નોડલ ઓફિસરને પ્રશ્નપત્રોની સીડી લેવા મોકલવાના રહેશે . વિદ્યાર્થીઓની વ્યક્તિગત શૈક્ષણિક સ્થિતિ જાણવા અને ગુણવત્તા જાણી ઉપચાર કાર્ય કરવા સરકારે પ્રથમ સત્રાંત પરીક્ષા લેવાનું નક્કી તો કર્યુ છે પરંતુ બીજી બાજુ કોરોનાના દૈનિક કેસમાં વધારો થયો છે.ઉપરાંત હજુ સુધી ધો.૩થી૫ના વર્ગો રેગ્યુલર શરૃ કરવામા આવ્યા નથી. થોડા દિવસમાં સરકાર હવે ધો.૩થી૫માં પણ કલાસરૃમ શિક્ષણ શરૃ કરવાની જાહેરાત કરશે પરંતુ જો આગામી દિવસોમાં કોરોના વધશે તો ફરી પ્રાથમિક સ્કૂલો બંધ કરવી પડે અને આ પરીક્ષા મોકુફ કરવી પડે તેવી સ્થિતિ ઉદભવી શકે

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x