Uncategorized

સુરતમાં આમ આદમી પાર્ટીએ ખાતું ખોલાવ્યું, વોર્ડ નંબર 16 અને 4માં પેનલની જીત

ગુજરાતમાં મહાનગરપાલિકાની ચૂંટણી (Gujarat Municipal corporation election 2021)માં નવી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal)ની આમ આદમી પાર્ટી (AAP)એ ખાતું ખોલાવ્યું છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (Surat municipal corporation)ની ચૂંટણીમાં વોર્ડ નંબર 16માં આમ આદમી પાર્ટીની આખી પેનલની જીત થઈ છે. આ સાથે જ ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ ખાતું ખોલાવી દીધું છે. આ ઉપરાંત અન્ય વોર્ડમાં પણ પ્રારંભિક વલણ પ્રમાણે આમ આદમી પાર્ટીના ઉમેદવારો આગળ ચાલી રહ્યાનું જાણવા મળ્યું છે. વોર્ડ નંબર 16 બાદ વોર્ડ નંબર 4ની આમ આદમી પાર્ટીની પેનલની જીત થઈ છે.

સુરતના વોર્ડ નંબર 16માં આમ આદમી પાર્ટીની જે પેનલ વિજેતા થઈ છે તેમાં વિજેતા ઉમેદવાર તરીકે પાયલબેન સાકરીયા, શોભનાબેન કેવડીયા, જીતુ કાછડીયા અને વિપુલ મોવાડિયાનો સમાવેશ થાય છે

ભાજપની પેનલની જીત બાદ આપના કાર્યકરોએ સૂત્રોચ્ચાર કર્યો હતો. જેમાં ‘ભ્રષ્ટાચાર કા એક હી કાલ કેજરીવાલ કેજરીવાલ’ના નારા લગાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટી પ્રથમ વખત જ ગુજરાતમાં ચૂંટણીમાં ઉતરી છે અને સુરત ખાતેથી જીતનું ખાતું ખોલાવ્યું છે. આમ આદમી પાર્ટીની પેનલની જીત બાદ કાર્યકરોમાં ખુશીની લહેર જોવા મળી હતી.

21મી તારીખે યોજાયેલી છ મહાનગરપાલિકાના ચૂંટણી પરિણામો ધીમેધીમે સામે આવી રહ્યા છે. શરૂઆતના વલણ પ્રમાણે ભારતીય જનતા પાર્ટી (BJP)એ સપાટો બોલાવ્યો છે. સવારે 11.15 વાગ્યા સુધી રાજકોટમાં વોર્ડ નંબર 7, 10, 4, 13 અને એકમાં જીત મેળવી લીધી છે. જીત સાથે જ ભાજપના વિજેતા ઉમેદવારો અને તેમના સમર્થકોએ વિજય સરઘસ કાઢ્યા હતા. આ દરમિયાન વોર્ડ નંબર 10 અને 13ના વિજય સરઘસ વચ્ચે એક એમ્બ્યુલન્સ ટ્રાફિકમાં ફસાઈ હતી. આ અંગે સામે આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે લોકો રસ્તા પર સરઘસ કાઢી રહ્યા છે. આ દરમિયાન એમ્બ્યુલન્સ સતત સાઇરન મારી રહી છે.

ક્યાં કેટલું મતદાન

અમદાવાદ—- 42.51%
સુરત———- 45.51%
વડોદરા——- 47.99%
જામનગર—— 53.64%
રાજકોટ——- 50.75%
ભાવનગર—— 49.79%
કુલ———– 45.64%

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x