સુરતમાં કોરોનાએ બતાવ્યો પોતાનો પ્રકોપ, શાળામાં એક જ વર્ગના 5 વિદ્યાર્થીઓ પોઝિટિવ
સુરત :
સુરતમાં નાના વરાછાની શાળાના 5 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થતા વાલીઓમાં ફફડાટ પેસી ગયો છે. ધોરણ 7ના 5 વિદ્યાર્થીઓને કોરોના સંક્રમિત થયા છે. જેને પરિણામે પ્રાથમિક વિભાગ 14 દિવસ પૂરતો બંધ કરવામાં આવ્યો છે.
વડોદરાની આનંદ વિધા વિહાર સ્કુલના વિધાર્થીઓ કોરોના સંક્રમિત થયા છે. 3 વિધાર્થીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સ્કૂલ એક સપ્તાહ માટે બંધ કરાઇ છે. ગોત્રી વિસ્તારમાં આવી છે આનંદ વિધા વિહાર શાળામાં વાલીઓમાં ફફડાટ પેસી ગયો છે.
અમદાવાદમાં કોરોનાએ ફરી રફ્તાર પકડી છે. ચૂંટણી બાદ કોરોના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ગઇકાલે શહેરમાં કોરોનાના 117 કેસ નોંધાયા છે. ગોતા, બોડકદેવ, થલતેજ, જોધપુર વિસ્તારમાં કેસ વધ્યા છે. નવા 86 ઘરોને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મુકાયા છે અને આજથી ડોર ટુ ડોર સર્વેલન્સ અને સ્કીનિંગની કામગીરી હાથ ધરાશે.