ગુજરાત

ભાજપના ધારાસભ્યએ અનાજની ખરીદી મામલે સરકારનું ધ્યાન દોરવા સેનિટાઇઝર પી ને કરી આપઘાતની કોશિશ.

ભુવનેશ્વર :
એક તરફ દિલ્હીની બોર્ડર પર ઉત્તર ભારતના ખેડૂતોનું કૃષિ કાયદા સામે આંદોલન ચાલી રહ્યું છે તો બીજી તરફ કિસાનોના મુદ્દે ઓરિસ્સાની વિધાનસભામાં એક આંચકાજનક ઘટના બની છે. જો કે આ ઘટનાને દિલ્હીના આંદોલન સાથે કોઇ લેવાદેવા નથી. શુક્રવારે ઓરિસ્સાની વિધાનસભામાં ભાજપ અને કોંગ્રેસે સત્તાધારી બીજેડી સરકાર પર ખેડૂતો પાસેથી અનાજની ખરીદીમાં અનિયમિતતાનો આરોપ લગાવતા હંગામો કર્યો. દરમિયાન દેવગઢથી ભાજપના ધારાસભ્ય સુભાષ ચંદ્ર પાણિગ્રહીએ વિધાનસભામાં જ આત્મહત્યાનો પ્રસાય કર્યો. તેમણે વિધાનસભામાં જ સેનિટાઇઝ પી લીધું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર તેમણે એપીએમસીમાં ખેડૂતો પાસેથી અનાજની ખરીદીના મામલે રાજ્ય સરકારનું ધ્યાન કેન્દ્રીત કરવા માટે આ પગલું ભર્યું. ભાજપ એમએલએ જ્યારે આ પગલું ભર્યું ત્યારે રાજ્યના ફૂડ સપ્લાય અને કન્ઝ્યુમર વેલફેર મિનિસ્ટર રણેન્દ્ર સ્વેન સદનમાં સવાલોના જવાબો આપી રહ્યા હતા. સુભાષ ચંદ્ર પાણિગ્રહી પહેલા પણ બે વાર આત્મહત્યાની ચેતવણી આપી ચૂક્યા છે.
જો કે આ ઘટનાક્રમ પહેલા સરકારના મંત્રીએ કહ્યું કે સરકાર ખેડૂતો પાસેથી અનાજની ખરીદી માટે દરેક પ્રકારના યોગ્ય પગલા ભરી રહી છે. તેમણે ધારાસભ્યોને કહ્યું કે તેઓ એવા ખૂડેતોનું લિસ્ટ આપે જે પોતાનો ખરીફ પાક વેચવાથી વંચિત રહી ગયા છે

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x