ગાંધીનગર

કોંગ્રેસનો હાથ છોડી આપ નો સાથ લેતાં પાટનગરના પાટીદાર નેતા મુકેશ પટેલ 

ગાંધીનગર : 

            ગાંધીનગર શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ તેમજ કેપીટલ ક્રિએટીવ ક્લબના પ્રમુખ મુકેશ પટેલ આજરોજ ગાંધીનગર ખાતેના રાયસણ ખાતે યોજાયેલા આમ આદમી પાર્ટીના સમારંભમાં પોતે ટોપી લગાવીને આપ પાર્ટીમાં જોઈન્ટ થઇ ગયા હતા. કોંગ્રેસ પક્ષમાં સનિષ્ઠ કાર્યકર તરીકે યોગદાન આપનાર શ્રી મુકેશ પટેલ સારો એવો દબદબો ધરાવતા હતા ત્યારે મુકેશ પટેલ સૌથી વધારે કાર્યકરો સાથે કોંગ્રેસનો પંજો મૂકીને આપનું જાડું પકડ્યું છે ત્યારે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી એપ્રિલ મહિનામાં યોજાનારી છે ત્યારે કોંગ્રેસને મોટો ફટકો પડે તેવી શક્યતા સૂત્રો જણાવી રહ્યા છે મુકેશ પટેલ વર્ષોથી કોંગ્રેસના કાર્યકર અને શહેર પ્રમુખ પણ રહી ચૂક્યા છે ત્યારે કોંગ્રેસનું મોટું માથું આપ પાર્ટીમાં જતા ચર્ચાનો વિષય બન્યો છે. શ્રી પટેલે વધુમા જણાવ્યુ હતુ કે દિલ્હી મોડલ અપનાવી ગાંધીનગરમાં શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે પ્રજાલક્ષી સુવિધા આપી વિકાસ કરાશે : ગાંધીનગર મહાનગર પાલિકામાં વિજય મેળવી આપ ઈતિહાસ રચશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x