ગાંધીનગરગુજરાત

પાટનગરમાં કોરોનાના નવા સ્ટ્રેઈનની થઇ એન્ટ્રી ?

ગાંધીનગર :

દેશમાં કોરોનાના કેસોની સંખ્યામાં ફરી ઉથલો માર્યો છે. ત્યારે ગુજરાતમાં હાલ સુરત, અમદાવાદ, વડોદરામાં કેસોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે ગાંધીનગરમા કોરોનાના નવા સ્ટ્રેઈની એન્ટ્રી થઈ ચુકી છે. આફ્રિકાથી આવેલી વ્યક્તિમાં કોરોનાનો નવો strain સામે આવ્યો છે મૂળ કલોલના અને આફ્રિકાથી આવેલી વ્યક્તિ નો કેસ નોંધાયો છે જ્યારે મૂલ્યોના આફ્રિકાથી આવેલા વ્યક્તિનો કેસ શંકાસ્પદ લાગતા તેના સેમ્પલ નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ પુણે મોકલ્યા છે રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ધીરે ધીરે વધી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં 715 નવા કેસ નોંધાયા હતા જ્યારે 495 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી આજે કોરોના સંક્રમણથી રાજ્યમાં બે મૃત્યુ થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં 1 અને સુરત કોર્પોરેશાનમાં 1 મોત થયું છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4420 લોકોના કોરોનાથી મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધી 2,68,198 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 96.95 ટકા પર પહોંચ્યો છે. હાલ 4006 એક્ટિવ કેસ છે. જેમાંથી 51 લોકો વેન્ટિલેટર પર અને 3955 લોકો સ્ટેબલ છે. વેક્સિનેશન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 18,38,382 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 4,61,434 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. રાજ્યમાં આજે કુલ 1,10,130 લોકોને રસી આપવામાં આવી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x