ગુજરાતમાં કોરોના કાબુ બહાર, 775 કેસ નોંધાયા
ગાંધીનગર :
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. 31 ડિસેમ્બર બાદ 780ની નજીક કેસ સામે આવ્યા છે અને છેલ્લા 24 કલાકમાં 775 કેસ નોંધાયા છે. જ્યારે 579 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. અમદાવાદ કોર્પોરેશન અને સુરત કોર્પોરેશન વિસ્તારમાં કુલ 2 દર્દીના મોત સાથે મૃત્યુઆંક 4,422 થયો છે. આ સાથે જ રાજ્યનો રિક્વરી રેટ 96.89 ટકા થયો છે. રાજ્યમાં છેલ્લા 21 દિવસથી નવા દર્દીની સંખ્યા વધુ અને ડિસ્ચાર્જ થનારા દર્દીની સંખ્યા ઓછી નોંધાઇ રહી છે. અગાઉ 20 ફેબ્રુઆરીએ નવા દર્દી કરતા સાજા થનારની સંખ્યા વધારે હતી. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 4 હજારને પાર થયો છે અને હાલ 4200 એક્ટિવ કેસ છે.