ગુજરાત

દિલ્હીમાં કોરોનાનું તાંડવ : CM કેજરીવાલે બોલાવી ઈમરજન્સી બેઠક

દિલ્હીમાં કોરોના વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. રાષ્ટ્રીય રાજધાનીમાં 2790 નવા કેસ આવ્યા છે. ત્યારે 9 લોકોના મોત થયા છે.  દિલ્હીમાં કુલ કેસ 6,65,220 થઈ ગયા છે. તો અત્યાર સુધીમાં 11, 036 લોકોના મોત થયા છે. સ્થિતિને જોતા કેજરીવાલ સરકાર એક્શન મૂડમાં આવી છે. સીએમ અરવિંદ કેજરીવાલે સાંજે 4 વાગે પોતાના નિવાસ પર ઈમરજન્સી બેઠક બોલાવી છે. બેઠકમાં સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન, સ્વાસ્થ્ય વિભાગ સહિત અન્ય સંબંધિત વિભાગોના અધિકારીઓ પણ હાજર રહેશે.

આ બેઠકમાં કોરોનાના વધાત કેસને રોકવા માટે એક્શન પ્લાન, રસીકરણની હાલની સ્થિતિ, કેન્ટોનમેન્ટ ઝોન, હોસ્પિટલમાં બેડની વ્યવસ્થા અને સિરો સર્વેની સાથએ વર્તમાનમાં કોરોના કેસની મેપિંગ અને તૈયારીઓની સમિક્ષા થશે. સીએમ દિલ્હીના કેસને લઈને ચિંતાતૂર છે. દિલ્હીવાસીઓને સમસ્યાઓનો સામનો ન કરવો પડે એ માટે કેજરીવાલના નિર્દેશ પર સ્વાસ્થ્ય વિભાગ વધુ સક્રિય થયું છે.

દિલ્હી સીએમના આદેશ બાદ દિલ્હીમાં 33 મોટી હોસ્પિટલોમાં 25-25 ટકા આઈસીયૂ અને સામાન્ય બેડ વધારી દેવાય છે. આ 33 હોસ્પિટલોમાં 30 માર્ચ સુધી 1705 સામાન્ય બેડ હતા. જે હાલ વધીને 2547 થઈ ગયા છે. આ રીતે 842 કોવિડના સામાન્ય બેડ વધારી દેવામાં આવ્યા છે.  આ રીતે કોવિડ દર્દીઓ માટે 30 માર્ચ સુધી 608 આઈસીયુ બેડ હતા. જેમાં 230 બેડની વુદ્ધિ કરવામાં આવી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x