મહારાષ્ટ્રની જેમ શું આ રાજ્યમાં ફરી લાગશે લોકડાઉન?
બિહારમાં ફરી 2174 કોરોનાના પોઝિટિવ દર્દી જોવા મળ્યા છે. આ સાથે રાજ્યમાં દર્દીઓની સંખ્યા 9397 સુધી પહોંચી ગઈ છે. શુક્રવારે સાંજ સુધીમાં 24 કલાકમાં પટનામાં સૌથી વધારે 661 દર્દીઓ મળી આવ્યા છે. ગયામાં 191, ભાગલપુરમાં 163 અને મુજફ્ફરપુરમાં 106 દર્દીઓમાં સંક્રમણની ખરાઈ થઈ. સ્વાભાવિક છે કે કોરોનાના આંકડાએ સરકારની ઉંઘ ઉડાડી દીધી છે. ત્યારે બિહાર સરકારે સ્કુલોને 11 એપ્રિલની જગ્યાએ 18 એપ્રિલ સુધી બંધ કરવાનો આદેશ આપ્યો છે. જ્યારે તમામ દુકાનો સાંજે 7 વાગ્યા બંધ કરવાનો હુમક કરાયો છે. એટલે કે બિહારમાં એક વાર ફરી લોકડાઉન જેવી સ્થિતિ બની રહી છે.
ઉલ્લેખનીય છે કે શુક્રવારે સ્વાસ્થ્ય વિભાગના પ્રધાન સચિવ પ્રત્યય અમૃતે કહ્યું કે તમામ સરકારી અને ખાનગી કાર્યાલયોમાં 33 કર્મી રોજ આવશે. પરંતુ ઔદ્યોગિક યુનિટ, પોલીસ, ફાયર વિભાગ, પોસ્ટ ઓફિસ, બેંક અને ઈમરજન્સી સર્વિત સહિતની લેવાઓ સાથે જોડાયેલા કાર્યાલયોમાં આમાંથી મુક્તિ આપવામાં આવી છે. જો કે સરકારી કાર્યાલયોમાં ઉપસચિવ અને આનાથી ઉપરના અધિકારીઓને રોજ કાર્યાલય આવવું ફરજિયાત છે.
પ્રધાન સચિવે કહ્યુ કે રાજ્યના તમામ પાર્ક, ઉદ્ધાન અથવા એવા અન્ય સ્થાનો પર માસ્કનો ઉપયોગ કરવાની સાથે કોરોનાની ગાઈડલાઈનનું પાલન ફરજિયાત છે. તમામ સાર્જનિક આયોજનો પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ રહેશે. લગ્ન તથા શ્રાદ્ધ કાર્યક્રમમાં વધુમાં વધુ 200 અને અંતિમ સંસ્કારમાં 50 લોકોને સામેલ થવાની પરવાનગી રહેશે. તમામ પબ્લિક ટ્રાન્સપોર્ટ 50 ટકા સીટોનો ઉપયોગ કરશે.