રાષ્ટ્રીય

દુનિયામાં જે પણ વેક્સિનનો ઇમર્જન્સી ઉપયોગ થઈ રહ્યો છે એ દરેકને ભારતમાં મંજૂરી

દેશમાં વેક્સિનની અછત ઓછી કરવા માટે સરકારે મંગળવારે એક મોટો નિર્ણય લીધો છે. જે વેક્સિનને દુનિયાના કોઈપણ દેશમાં સરકારી એજન્સીએ મંજૂરી આપી છે એ દરેક વેક્સિનને ભારતમાં મંજૂરી આપવામાં આવી છે.

સરકારે તેમના આદેશમાં જે સંસ્થાઓનાં નામ આપ્યાં છે એમાં અમેરિકા, યુરોપ, બ્રિટન, જાપાન અને WHO સાથે જોડાયેલા છે. વેક્સિનને મંજૂરી આપનારમાં યુએસ ફૂડ એન્ડ ડ્રેગ એડમિનિસ્ટ્રેશન, યુરોપિયન મેડિસિન એજન્સી, UKMHRS, PMDA જાપાન અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન સામેલ છે. સરકાર આ પહેલાં રશિયાની સ્પુતનિક-Vને પણ દેશમાં ઈમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી આપી ચૂકી છે.

100 દર્દી પર 7 દિવસ ટેસ્ટ થશે, પછી વેક્સિનેશન ડ્રાઈવમાં સામેલ કરાશે
જે વેક્સિનને સરકારે મંજૂરી આપી છે એનો આગામી 7 દિવસ સુધી 100 દર્દી પર ઉપયોગ કરવામાં આવશે. ત્યાર પછી દેશના વેક્સિનેશન કાર્યક્રમમાં એને સામેલ કરવામાં આવશે. સરકારનો દાવો છે કે આ નિર્ણયથી ભારતમાં વેક્સિન ઈમ્પોર્ટ કરવા અને વેક્સિનેશન કાર્યક્રમમાં ઝડપ લાવી શકાશે.
સરકારના આ નિર્ણયથી આ દવા કંપનીઓ માટે વિદેશી વેક્સિનને ભારતમાં બનાવવાની મંજૂરી મેળવવામાં પણ સરળતા રહેશે.

એક દિવસ પહેલાં જ દેશને ત્રીજી વેક્સિન મળી
સોમવારે એક્સપર્ટ કમિટીએ રશિયાની વેક્સિન સ્પુતનિક-વીને ઈમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી આપી દીધી છે. ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DGCI)એ એને મંજૂરી આપી છે. ભારતમાં કોરોના વેક્સિનેશન અભિયાનમાં સામેલ થનારી આ ત્રીજી વેક્સિન બની ગઈ છે. આ દરમિયાન રશિયન ડિરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ ફંડ (RDIF)એ કહ્યું હતું કે ભારત દુનિયાનો 60મો દેશ છે, જેણે સ્પુતનિક-વીને ઈમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી આપી છે.

16 જાન્યુઆરીએ વેક્સિનેશન શરૂ થયું હતું
ભારતમાં 16 જાન્યુઆરીએ વેક્સિનેશન શરૂ થયું હતું અને એ માટે આ વર્ષની શરૂઆતમાં જ કોવિશીલ્ડ અને કોવેક્સિનને મંજૂરી આપવામાં આવી છે. કોવિશીલ્ડને ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાજેનેકા મળીને બનાવે છે. ભારતમાં પુણેમાં સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII) એનું ઉત્પાદન કરી રહી છે. કોવેક્સિન ભારત બાયોટેકે ઈન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચ (ICMR) અને નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીની (NIV) સાથે મળીને બનાવી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x