“તમારી મૂડી, તમારો અધિકાર” અનક્લેમ્ડ ફાઇનાન્સિયલ એસેટ્સ અભિયાન
તા.16 ઓક્ટોબર,મ્યુનિસિપલિટી કોન્ફરન્સ હોલ, સેક્ટર-7, ગાંધીનગર ખાતે “તમારી મૂડી, તમારો અધિકાર” અનક્લેમ્ડ ફાઇનાન્સિયલ એસેટ્સ અભિયાન વિષયક જિલ્લા સ્તરીય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. નાણાં મંત્રાલય, ભારત સરકારના Unclaimed Financial Assets Campaign અંતર્ગત “તમારી મૂડી, તમારો અધિકાર” વિષયક જિલ્લા સ્તરીય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કેમ્પસમાં તમામ બેંકો અને નાણાકીય સંસ્થાઓ દ્વારા પોતાના સ્ટોલ રાખવામાં આવશે. DEAF (Depositor Education and Awareness Fund Claims) અંગે માર્ગદર્શન આપવામાં આવશે તેમજ અનક્લેમ્ડ ફિક્સ્ડ ડિપોઝિટ, એકાઉન્ટસ સંબંધિત વગેરે માર્ગદર્શન આપવામાં આવશે. આ કેમ્પનો હેતુ એ છે કે, નાગરિકો પોતાના ખોવાયેલા કે ભૂલાયેલા નાણાકીય હક મેળવવામાં સક્ષમ બને અને પોતાની મૂડી પરનો અધિકાર મેળવી શકે.સર્વ નાગરિકોને વિનંતી છે કે આ જનજાગૃતિ અભિયાનમાં ભાગ લઈ પોતાની મૂડી સંબંધિત માહિતી મેળવવી અને તેનો લાભ લેવો.