ગાંધીનગરમાં કૃષિ જ્ઞાનનો મહાકુંભ: સવારે 9 થી 12 દરમિયાન રવિ કૃષિ મહોત્સવમાં જોડાવા ખેડૂતોને અપીલ
ગાંધીનગર જિલ્લાના ખેડૂતો માટે સારા સમાચાર છે. રાજ્ય સરકારના ‘વિકાસ સપ્તાહ’ અંતર્ગત આગામી 14 અને 15 ઓક્ટોબર, 2025 ના રોજ ગાંધીનગર તાલુકાના ગીયોડ અંબા માતાજી મંદિર ખાતે રવિ કૃષિ મહોત્સવ-2025 નું આયોજન કરવામાં આવ્યું છે.
આ બે દિવસીય મહોત્સવનું ઉદ્ઘાટન માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા વર્ચ્યુઅલ માધ્યમથી કરવામાં આવશે. ગાંધીનગર તાલુકા કક્ષાના આ કાર્યક્રમમાં સ્થાનિક ખેડૂત મિત્રોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા માટે તાલુકા વહીવટી તંત્ર ગાંધીનગર દ્વારા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
કાર્યક્રમનો સમય સવારે 8:00 કલાક (પોસ્ટર મુજબ) અથવા સવારે 9:00 થી 12:00 (ખેડૂતોને આપેલી માહિતી મુજબ) નો રાખવામાં આવ્યો છે. આ મહોત્સવમાં ખેતી સંબં ધિત જ્ઞાનવર્ધન સત્રો યોજાશે, સાથે જ ઉપસ્થિત રહેનાર દરેક ખેડૂત મિત્રો માટે ભોજન અને નાસ્તાની ઉત્તમ વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબેન કે. પટેલ સહિતના મહાનુભાવો હાજર રહેશે.